Site icon Gramin Today

મહિલા સામખ્ય નર્મદા દ્વારા વૃક્ષોનાં અલગ અલગ રોપાઓનું કરાયું વિતરણ;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

મહિલા સામાખ્ય નર્મદા દ્વારા ડેડીયાપાડા, સાગબારા, નાંદોદ, ગરુડેશ્વર તાલુકાનાં 40 ગામમાં 4000 જેટલા વૃક્ષો ના છોડનું સંઘ મહાસંઘ ની બહેનો દ્વારા શુભેચ્છક ગ્રુપના ભાઈઓને વિતરણ કરવામાં આવ્યું, તેમજ પર્યાવરણ બચાવવામાં વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું આ કાર્યક્રમમાં સીઆરપી બહેનો ગ્રામજનોએ વૃક્ષ વિતરણ કાર્યક્રમમાં ભાગ લઇને વૃક્ષોનું જતન કેવી રીતે કરવું અને વૃક્ષો આપણા જીવનમાં કેટલા જરૂરી છે તે બાબતનું મહત્વ સમજાવ્યું હતું, અને દરેક ગામમાં સંઘની દરેક બહેનોએ વૃક્ષ વાવવું જોઈએ એવી માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંપૂર્ણ આયોજન મહિલા સામખ્ય નર્મદા કચેરી માંથી જે આર પી કેતલબેન એસ.માછી તથા જે આર પી શ્રીમતી પ્રજ્ઞાબેન કે રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું.

Exit mobile version