Site icon Gramin Today

ડેડીયાપાડા- નેત્રંગ નેશનલ હાઇવે પર ધંધાના પ્રચારાર્થે વૃક્ષોમાં કરતા છિદ્રો પર પાબંધી જરૂરી:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ડેડીયાપાડા- નેત્રંગ નેશનલ હાઇવે પર ધંધાના પ્રચારાર્થે વૃક્ષોમાં કરતા છિદ્રો પર પાબંધી જરૂરી:

નર્મદા વન વિભાગ અને તંત્ર ની ઘોર બેદરકારી કે પછી ભાગીદારી..? 

પરોપકાર સામે અત્યાચાર, પોતાની કમાણી માટે વૃક્ષો પર ખીલા ઠોકાયા: 

મુખ્ય માર્ગો પરના વૃક્ષો પરની જાહેરાતના બોર્ડમાં લાગતા ખીલાથી પરેશાની:

વન સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાં વન વિભાગ અને તંત્ર ની કેમ ચુપકીદી..??

નર્મદા:નર્મદા જિલ્લામાં દેડીયાપાડા, સાગબારા, સેલંબા સહિત અનેક જગ્યા મુખ્ય માર્ગો પર ,નેશનલ હાઇવે પર વૃક્ષો પર અનેક જાહેરાતોના ખીલા મારીને બોર્ડ મારવામાં આવ્યા છે, જેમાં નેત્રંગ થી દેડીયાપાડા નેશનલ હાઇવે પર પણ વૃક્ષો સાથે અનેક જગ્યાએ ખીલા મારીને જાહેરાતોના બોર્ડ લાગ્યા છે, જેના પર પાબંધી જરૂરી છે.

 માનવ જીવ હંમેશા માટે અન્ય જીવ સૃષ્ટ સાથે કરતા રહેલા અમાનવીય કૃત્યોથી ભલે અનોંધનીય રહ્યાં હોય પરંતુ જે બોલી શકતા નથી એવા અબોલ સજીવ જીવો સાથે કરતાં અદયનીય વ્યવહાર પર્યાવરણ પ્રેમીઓને ખુબ જ ખટકી રહ્યો છે. તો બીજી બાજુ આવા જીવો પર દુ:ખી થતા રહ્યાં છે.

પરંતુ વાઘે માર્યુ માનવી એમાં શો ઈન્સાનની માફક આવા અબુધ જીવોને પહોંચાડતી વેદના દૂર કરવાની જાણે સમજ મરી પરવારી છે અને આવું સમજણ વિહોણું સંવેદના વિહોણું કૃત્ય વૃક્ષો સાથે કરાય રહ્યું છે. નહીં બોલી શકતા પરંતુ વ્યવહારની અનુભૂતિ કરી શકતા વૃક્ષો પર આડેધડ ખીલાઓ ઠોકી દઈ પોતાના ધંધાનો મફતમાં પ્રચાર કરતાં રહે છે. ત્યારે આવા જાહેરાતના બોર્ડ મારતા તત્વો સામે સ્થાનિક જવાબદાર અધિકારીઓ દ્વારા એક્શન લેવામાં આવે તે જરૂરી બન્યું છે.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Exit mobile version