શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ઝંખવાવ નલિનકુમાર
ઝંખવાવ ગામેથી ઇન્ડિયન સ્પેક્ટરાકલ કોબ્રા નામનો ઝેરી સાપ દેખાતા જીવદયા પ્રેમી મેહુલ મોરીની લેવાઈ મદદ,
ઝંખવાવ ગામેથી ઇન્ડિયન સ્પેક્ટરાકલ કોબ્રા નામનો ઝેરી સાપ પકડાયો:
ઝંખવાવ ગામના જીવદયા પ્રેમી, સાપ રેસ્ક્યુ કરવાનાં તાલીમ બદ્ધ એવાં મેહુલ મોરી દ્વારા આ ઝેરી સાપને પકડી પાડી જંગલમાં વિસ્તારમાં છોડી દેવાયો:
માંગરોળ તાલુકાનાં ઝંખવાવ-વાંકલ રોડ પર આવેલ હનુમાનજી મંદિર પાછળ ખેતરમાં બનાવેલ ઝુંપડાની છતના ભાગમાંં છુપાયેલ સ્પેક્ટરાકલ કોબ્રા નામનો નાગ પ્રજાતિનો ચારથી પાંચ ફૂટ લાંબો ઝેરી સાપ નજરે પડતા ભયભીત બનેલા લોકોએ ઝંખવાવ ગામના જીવદયા પ્રેમી મેહુલ મોરીને ટેલીફોનીક સંપર્ક કરી તાત્કાલિક બોલાવવામાં આવતા તેમણે વિના વિલંભ કરતાં સ્થળે પોંહચી આ ઝેરી સાપને ઝૂંપડાની છતના ભાગમાંથી સ્ટીક વડે ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. જીવદયા પ્રેમી મેહુલ મોરીએ આ ઝેરી સાપને પકડી જંગલમાં છોડી મૂક્યો હતો.