આરોગ્યપર્યાવરણ

કાળઝાળ ગરમીથી બચવા માટે કેટલીક આવશ્યક તકેદારીઓ રાખવા સૂચન: 

હિટવેવથી બચવા માટે લોકોએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

કાળઝાળ ગરમીથી બચવા માટે કેટલીક આવશ્યક તકેદારીઓ રાખવા સૂચન: 

ઉનાળામાં હિટવેવથી બચવા માટે લોકોએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી:

નર્મદા: ઉનાળાની ઋતુમાં હિટવેવની સ્થિતિ વચ્ચે નાગરિકોની સુરક્ષા અર્થે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. હાલમાં તાપમાન વધુ નોંધાઈ રહ્યું હોવાથી અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી અસરો તથા સૂર્યદેવતાના પ્રકોપથી રક્ષણ માટે નર્મદા જિલ્લાના નાગરિકોને સાવચેતી રાખવા જણાવાયું છે.

રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ કેટલીક આવશ્યક તકેદારી રાખીને હીટવેવથી રાહત મેળવી શકાય છે. જેમ કે, બને ત્યાં સુધી ગરમીમાં બહાર નિકળવાનું ટાળવું, માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા જોઈએ, બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવાનું ટાળવું. લીંબુ શરબત, છાશ, તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડ-મીઠાના પીણાં પીવા જોઈએ. બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક, બરફ વગેરેનો ઉપયોગ ટાળવો. લગ્ન પ્રસંગમાં દૂધ માવાની આઈટમ ખાવી નહીં. ચા-કોફી અને આલ્કોહોલના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન કરવાનું ટાળવું. બપોરે બે થી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુંછવું જોઈએ.

વધુમાં બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું. ગરમીમાં માથું દુ:ખવું, પગની પિંડીઓમાં દુ:ખાવો થવો, શરીરનું તાપમાન વધવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થવું, ઉલટી, ઉબકા, ચક્કર, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સાઓમાં ખેંચ આવવી વગેરે હીટ વેવનાં લક્ષણો છે. જો આવું કંઈ પણ થાય તો તરત જ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ અને સારવાર લેવી અતિ આવશ્યક છે. કાળઝાળ ગરમીના પ્રકોપથી બચવા માટે કેટલીક આવશ્યક તકેદારી રાખવા નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

નર્મદા જિલ્લામાં ખેડૂતો ઉનાળુ સીઝનની ખેતી પણ તેમજ પશુપાલન પણ કરતા હોય છે તેથી ખેડૂતોએ કૃષિ માટે ઊભા પાકને વારંવાર પિયત આપી અને નિંદામણ કરીને જમીનને ભેજવાળી રાખવી જોઈએ. ગાય-ભેંસો સહિતના પ્રાણીઓને છાંયડામાં રાખવા અને પીવા માટે પુષ્કળ પ્રમાણમાં ઠંડુ અને સ્વચ્છ પાણી આપવું. મરઘા ઘરમાં પડદા અને યોગ્ય વેન્ટિલેશન રાખવું જોઈએ. બપોરના કલાકો દરમિયાન ઢોરને ચરાવવા લઈ જવા કે દાણ આપવાનું ટાળવું જોઈએ.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है