Site icon Gramin Today

‘નિસર્ગ’ વાવાઝોડાની સંભાવનાને પગલે વરસાદની ધમાકેદાર એન્ટ્રી!

શ્રોત: ગ્રામીણ ટુડે, વેબ ટીમ        કોરોના સંકટ ટળ્યું નથી કે ગુજરાત પર ‘નિસર્ગ’ નું સંકટ!

ડાંગમાં ભારે પવન અને કડાકા-ભડાકાઓ સાથે વરસાદ: અને તાપીમાં હળવો વરસાદ; કપરાડામાં ભારે પવન સાથે વરસાદ,

બે મહિનાની ગરમી બાદ હવે રાહત મળવાની સંભાવના.  કેરળના દક્ષિણ-પશ્ચિમી તટપર ચોમાસાનું આગમન- હવામાન વિભાગ

અમદાવાદના હવામાન વિભાગે પણ ગુજરાતના બંદરોમાં ‘૧ નંબરનું સિગ્નલ’ લગાવવા માટે સૂચના આપેલી છે. ૪ જૂનના ગુજરાતના સમુદ્રમાં ૯૦થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે માછીમારોને ૩૧ મે સુધીમાં પરત આવી જવા અને ૪ જૂન સુધીમાં દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવેલી છે.

4 અને 5 જૂનના રોજ સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. રવિવારે સવારે ૫-૩૦ના હવાનું હળવું દબાણ સર્જાયું હતું. આ સાયક્લોનિક સ્ટ્રોમ બીજી જૂને સવાર સુધીમાં ઉત્તર તરફ વધે અને ત્યારબાદ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફની દિશા સાથે ત્રીજી જૂનની સવારે મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘સાયક્લોનની તીવ્રતામાં વધારો થવાનો અમારો અંદાજ છે. રાજ્ય સરકાર પૂરતી તકેદારી રાખે તે હિતાવહ છે. આ સાયક્લોનની તીવ્રતા કેટલી હશે? તે અંગે હાલમાં કંઇ પણ કહેવું મુશ્કેલ છે. ‘

 

 

Exit mobile version