Site icon Gramin Today

નહેરૂયુવા કેન્દ્રના યુવાનો દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જનકુમાર વસાવા.

નર્મદા જીલ્લાનાં  રાજપીપળા  રણછોડજી મંદિર ખાતે ચાલતું યોગ કેન્દ્ર છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે અને દરરોજ સવારે અહીં રાજપીપળાના શહેરીજનો નિયમિત યોગ કરતા હતા:  પરંતુ કોરોનાના આ મહાકાળમાં લોકડાઉનના કારણે આ યોગ કેન્દ્ર છેલ્લા બે માસથી બંધ હતું અને આ કેન્દ્ર ના તમામ લોકો ઘરે બેઠાજ યોગ કરે છે ત્યારે આજરોજ  વિશ્વયોગ દિવસના દિને રણછોડજી મંદિર વિસ્તારના રહીશો અને નહેરૂ યુવા કેન્દ્રના યુવાનો દ્વારા યોગ કરી આજના દિવસની સાદાઈથી ઉજવણી કરવામાં આવી ખાસ કરીને હાલ કોરોનાની ગાઇડલાઇન મુજબ અહીં યોગ માટે આવેલ તમામ યોગીઓએ માસ્ક પહેર્યું હતું  અને સોશિઅલ ડિસ્ટન્સને પણ જાળવ્યું હતું  યોગ ગુરુ ડો.ઉમાકાન્ત શેઠ એ જણાવ્યું હતું કે આમતો અમારા યોગકેન્દ્રના તમામ યોગકર્તાઓ છેલ્લા બે મહિનાથી ઘરે બેસીને જ યોગ કરીએ છીએ પરંતુ આજના વિશેષ દિવસે સોશિઅલ ડિસ્ટન્સ જાળવી ને માસ્ક પહેરી ને યોગાભ્યાસ કર્યો છે અમે યોગ નો પ્રચાર અને પ્રસાર બારે માસ કરીએ છીએ જયારે નહેરુ યુવા કેન્દ્રના કાર્યકર્તા અજિત પરીખ, પ્રેમ પ્યારી બહેન તડવી. શંકરભાઇ તડવી, પ્રતિક્ષાબેન પટેલ, કાજલબેન વસાવાએ જણાવ્યું કે અમે યોગ દિવસની ઉજવણી માટે આજે રણછોડજી મંદિર ખાતે ચાલતા યોગ કેન્દ્ર માં આવી વડાપ્રધાન શ્રીના સંદેશને સમગ્ર જન જનમાં  આગળ ધપાવી રહ્યા છે.

Exit mobile version