શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, બીલીમોરા ભરતભાઈ નાયક.
નવસારી જિલ્લામાં કોરોના વોરિયર્સનુ સન્માન કરવામાં આવ્યું. કોરોના મહામારીમાં સતત લોકહિત માટે પોતાનાં જીવની પરવા કર્યા વગર નિષ્ઠાપૂર્વક બજાવેલ ફરજ ઘણી મોટી… બલિદાન સામે સન્માન થોડું નાનું કહેવાય:(ચેરમેનશ્રી બળવંતભાઈ)
તેમાં સન્માનિત જિલ્લાનાં કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારી, મામલતદાર અધિકારી, T. D.O અધિકારી, D.E.O અધિકારી, જિલ્લાનાં પોલીસ અધિકારી, આરોગ્ય વિભાગ અને સેવારત N.G.O ને ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોસિએશનનાં સોશ્યિલ જસ્ટિસ વિભાગનાં ચેરમેન શ્રી બળવંતભાઈ સી. ઠાકુર તરફથી કોરોના વોરિયર્સનુ સન્માન પત્ર આપવામાં આવ્યું. આથી કોરોના વોરીયર્સની કામગીરીને સન્માન આપી બિરદાવી હતી.
જિલ્લાનાં કલેક્ટર શ્રીમતિ આર્દ્રા અગ્રવાલ, ડેપ્યુટી કલેક્ટર શ્રી કમલેશભાઈ રાઠોડ, પ્રાંતઅધિકારી શ્રી દિગ્વીજય જોગીયા, ચીખલી મામલતદાર અધિકારી કુમારી પ્રિયંકાબેન પટેલ, ગણદેવી મામલતદાર શ્રી અશોકભાઈ નાયક, ચીખલી પુરવઠા મામલતદાર શ્રી હિરેનભાઈ મયસુરીયા, ગણદેવી પુરવઠા મામલતદાર શ્રી કુનાલભાઈ નાગર, D.E.O શ્રી રોહિતભાઈ એમ. ચૌધરી, ચીખલી પોલીસ અધિકારી શ્રી ડી. કે. પટેલ (P. I), એમ.બી. કોકની(Psi), બીલીમોરા પોલીસ અધિકારી શ્રી એચ.પી.ગરાસિયા (Psi) એ.એન.ચૌધરી (Psi) ગણદેવી પોલીસ અધિકારી શ્રી કે.કે.સુરતી (Psi) નુ સન્માન કરવામાં આવ્યું.

