Site icon Gramin Today

ધોરણ ૧૦-બોર્ડનાં વિધાર્થીઓનાં પરિશ્રમનું પરિણામ આવતીકાલે સવારે!

શ્રોત: ગ્રામીણ ટુડે વેબ ટીમ,

ગાંંધીનગર :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અધિકારીક ઘોષણા અનુસાર બોર્ડની વેબસાઈટ પર ૯ જુન અને મંગળવારનાં રોજ સવારે ૮ કલાકે પ્રશિદ્ધ કરવાંમાં આવશેઃ     પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ, આ વર્ષે કોરોના મહામારીમાં લોક ડાઉનને કારણે પરિણામો આપવામાં તંત્રને મુશ્કેલી પડી રહી હતી.

ગત મહિનાના અંતે ધોરણ 12ના પરિણામ જાહેર કર્યા બાદ ધોરણ 10ના વિધાર્થીઓમાં પણ ઉત્સુકતા જાગી હતી અને આજે આધિકારીક રીતે શિક્ષણ વિભાગે પરિણામોની જાહેરાત કરી છે.

ધોરણ 10ના વિધાર્થીઓના પરિશ્રમનું પરિણામ આવતીકાલે સવારે 10 વાગ્યે મળી જશે. વિધાર્થીઓએ શિક્ષણ વિભાગની વેબસાઈટ www.Gseb.org પર પરિણામ જોવાનું રહેશે. મંગળવારે સવારે 8 વાગે 8.40 લાખ વિધાર્થીઓના રીઝલ્ટ જાહેર થશે. રાજ્યના કુલ 8.40 લાખ સ્ટુડન્ટસમાંથી 2.25 લાખ રીપિટર વિધાર્થીઓ  છે. મહત્વની વાત એ પણ છે કે આ વર્ષે માર્ચમાં જેલના 125 કેદીઓએ પણ ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને આવતીકાલે પરિણામ જાહેર થશે.

Exit mobile version