Site icon Gramin Today

 દેવમોગરા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું: 

શ્રોત: ગ્રામીણ ટુડે નર્મદા સર્જનકુમાર વસાવા.

 દેવમોગરા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે આજથી  ખુલ્લું મુકવામાં આવ્યું.
નર્મદા જિલ્લાના સગબારા તાલુકાના દેવમોગરા ગામે આદિવાસીઓની કુળદેવી દેવમોગરા માતાજીનું પૌરાણિક મંદિર આજ થી  ખુલ્લું મૂકવામાં આવ્યું સમગ્ર પંથકમાં આનંદો:  ગોડદા ગ્રુપ ગ્રામ પંચાયત દેવમોગરાના સરપંચશ્રી સુનીતાબેન દિગમ્બરભાઈ વસાવા તેમજ ઉપસરપંચ જગદીશભાઈ વસાવા અને ટીમ દ્વારા  મંદિરને સાફ સફાઈ કરી સેનીટાઇઝ કરવામાં આવ્યું અને રોજ સાફ સફાઈનું ધ્યાન રાખીને સેનીટાઇઝ કરવામાં આવશેઃ


દેવમોગરા માતાજી ટ્રસ્ટના પ્રમુખ વજેસિંહ દાદા. મંત્રી કાંતિભાઈ કોઠારી. ઉપપ્રમુખ નાનસિંગભાઈ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું કે સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે માટે મંદિરની આગળ બે થી ત્રણમીટર  અંતરે વર્તુળ દોરવામાં આવેલ
 છે  જેથી દર્શનાર્થી આદિવાસીઓની પાંડોરી માઈ ભક્તોની ભીડ ન થાય, સાથે જ  ટ્રસ્ટી મંડળ દ્વારા માસ્ક પહેરીને દર્શનાર્થી માસ્ક પહેરીને જ  મંદિરમાં પ્રવેશે તેની પણ કાળજી પુરેપૂરી લેવામાં આવી રહી  છે.  દેવમોગરા માતાજીના મંદિર પાસે ૨૯૫ દુકાનો પણ આજે ખુલ્લી ગઈ હતી અને દેવમોરા ગામમાં આવેલી ૧૦૦ જેટલી દુકાનો અને હોટલો પણ ખુલી ગઈ છે જેથી આ વિસ્તારમાં જન જીવન ફરી સામાન્ય બનવાની આશા વચ્ચે સ્થાનિકોને  રોજગાર મળી રહેવાની સંભાવનાઓ છે, મંદિર દર્શનાર્થીઓ માટે  અનલોક સમયમાં સરકારે બહાર પડેલ ગાઈડલાઈન્સનું સંપૂર્ણ પાલન થાય તે ખાસ ધ્યાન  રાખવામાં આવી રહ્યું છે, 

 

Exit mobile version