Site icon Gramin Today

થવા ખાતે સેન્ટ ગોબેન ઈન્ડિયા પ્રા.લિ. દ્વારા સેનિટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કમ્પ્યુટર લેબનું ઉદઘાટન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

થવા ખાતે સેન્ટ ગોબેન ઈન્ડિયા પ્રા.લિ. દ્વારા સેનિટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કમ્પ્યુટર લેબ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

સર્જન વસાવા:  નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ, થવા  સંચાલિત  એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય કે જ્યાં એક હજારથી વધુ બાળકો અભ્યાસ કરે છે એ શાળાને સેન્ટ ગોબેન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આધુનિક લેડીઝ સેનિટેશન સુવિધા અને બે કમ્પ્યુટર લેબ આપવામાં આવી છે. મારૂ ભારત, સ્વચ્છ ભારતના સંદેશા સાથે શાળાની વિદ્યાર્થીનીઓ માટે આધુનિક સેનિટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવી આપી અને વિદ્યાર્થીઓ માટે લેટેસ્ટ ટેકનોલોજી સાથે કમ્પ્યુટરની બે લેબ આપી જેના થકી આદિજાતિ વિસ્તારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ કમ્પ્યુટર શિક્ષણનો લાભ લઈ શકશે. આ ઉદઘાટન પ્રસંગે સેન્ટ ગોબેન કંપનીના એચ આર છાયાંક પટેલ, અંસૂલ ગર્ગ, પ્રભાતભાઈ હેમંત મોદી, મુંબઈના જીઓર્જીયાના ફર્નાન્ડિસ અને સંસ્થાના ટ્રસ્ટીઓ આજના કાર્યક્રમમાં  ઉપસ્થિત રહ્યા હતા. 

CSR ફંડ થકી  સેન્ટ ગોબેન ઈન્ડિયા પ્રા.લિ. દ્વારા સેનિટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કમ્પ્યુટર લેબની સુવીધા ઉપલબ્ધ કરાવી  આદીવાસી વિસ્તારમાં જરૂરી સુવિધાઓ માટે કંપની વિશેષ યોગદાન આપી રહી છે.

Exit mobile version