Site icon Gramin Today

તાપી જિલ્લાનું ગૌરવ.. હેતલ વસાવા બી.એસ.સી નર્સીંગમાં ફર્સ્ટ રેન્ક સાથે ઉત્તીર્ણ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી

તાપી જિલ્લાનું ગૌરવ.. હેતલ વસાવા  ઉકા તરસાડીયા યુનિવર્સીટીમાં બી.એસ.સી. નર્સીંગમાં ફર્સ્ટ રેન્ક સાથે ઉત્તીર્ણ થયા:
વ્યારા:   તાપીના મુખ્ય મથક વ્યારા ખાતે રહેતા વસાવા હેતલ જયંતિભાઈ ઉકા તરસાડીયા યુનિ.માં બીએસસી નર્સીંગ વર્ષ ૨૦૨૦-૨૧ ફાઈનલ યરમાં ફર્સ્ટ રેન્ક સાથે ઉત્તીર્ણ થતા તાપી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. 

માલીબા કોલેજ ખાતે મહાનુભાવોના હસ્તે એવોર્ડ, સન્માન પત્ર  આપી સન્માનિત  કરવામાં આવ્યા હતાં.


મણીબા ભુલા નર્સીંગ કોલેજ, માલીબા કેમ્પસ બારડોલી ખાતે અભ્યાસ કરતી તાપી જિલ્લાનાં આદિવાસી સમાજની  દિકરી હેતલ વસાવાને કોલેજ પરિવાર ડાયરેકટર ડો.રાની શેટ્ટી, ડો.ડી.આર.શાહ, તાપી જિલ્લા વહીવટી તંત્ર અને નગરજનોએ આ સિધ્ધિ હાંસલ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

Exit mobile version