Site icon Gramin Today

ડાંગ જિલ્લામાં વિદ્યાર્થીઓ પાસે શ્રમકાર્યના નામે કાળી મંજુરી કરાવનાર પર કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર અપાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લામાં વિદ્યાર્થીઓ પાસે શ્રમકાર્યના નામે કાળી મંજુરી કરાવનાર પર કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર અપાયું:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લામાં ભણતા વિદ્યાર્થીઓ પાસે શાળામાં અથવા હોસ્ટેલમાં શિક્ષકો, આચાર્ય અને શાળાનાં સંચાલકો શ્રમકાર્યની આડે કાળી મંજુરી જેવા ભારીભરકમ કામ કરાવે છે. એવા વિડિયો અને ફોટા ઘણી વખત શોસિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે, છતાં કાળી મજૂરી કરાવનાર પર અત્યાર સુધી તપાસના નામે શિક્ષાપાત્ર દાખલો બેસાડવામાં આવ્યો નથી. જેથી આવા ખરાબ કૃત્યને વેગ મળી રહ્યો છે અને એવીજ એક ઘટના ફરી કોંગ્રેસના યુવા નેતા મનીષ મારકણા દ્વારા પ્રકાશમાં લાવવામાં આવી છે. જેથી તેને ધ્યાને લઇ મનીષ મારકણા દ્વારા જીલ્લા શિક્ષણાધિકારી ડાંગ અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડાંગને યોગ્ય તપાસ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક સરકારી ખાનગી શાળાઓમાં આચાર્ય, શિક્ષકો અને છાત્રાલયના સંચાલકો દ્વારા નાના ભૂલકાઓ સમા વિધાર્થીઓ પાસે નાનુ-મોટુ શ્રમકાર્યનાં બદલે કાળી મજૂરી સમાન કામ કરાવવામા આવતો હોય છે‌ અને આવી જ ઘટનાઓ જિલ્લામાં વારંવાર સોશિયલ મીડિયા અને પ્રસિદ્ધ છાપાઓમાં પ્રકાશિત થતી હોય છે. અને જેતે અધિકારીશ્રી દ્વારા તપાસ નામનો ઢિંડોરો જોરશોરથી પીટવામાં આવતો હોય છે. પણ તપાસમાં આજદિન સુધી કોઈ પણ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવેલ નથી. તપાસનો ખાલી દેખાડો કરી કાગળિયા પૂરતી જ સિમિત રહી જતી હોય.

જેના લીધે સરકારી ખાનગી શાળાઓમાં આચાર્ય, શિક્ષકો અને છાત્રાલયના સંચાલકો એનો ગેરલાભ લઈ નાના ભૂલકાઓ પાસે શ્રમકાર્યના નામે કાળી મંજુરી કરાવી રહ્યા છે. જેવી એક ઘટના તા:૨૪/૦૧/૨૦૨૫ ના રોજ પ્રકાશમાં આવી છે. અંદાજે ૬ વાગ્યાની સુમારે નાના નાના ભૂલકાઓ તગારા માથા પર લઈ રસ્તા પર પડેલ છાણ લઈ જતા હતા. તેમની સાથે પુછપરછ કરતાં છોકરાઓએ જણાવ્યુ હતું કે, ગીતાંજલિ સ્કુલના વિધાર્થીઓ છે છાણ લિપણ કરવા માટે લઈ જતા છે. વહેલી સવારે આહવામાં જાહેર રોડ પર વાહનો, જાનવરોની અવરજવર હોય જેથી કોઈ અકસ્માતની ઘટના પણ બની શકતી હતી.

જેથી મનીષ મારકણા દ્વારા આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરી શિક્ષણ જગતમાં સારો એવો દાખલો બેસાડવામાં આવે જેથી કોઈ બીજી વાર નાના ભૂલકાઓ પાસે શ્રમકાર્યના બદલે કાળી મજૂરી ન કરાવે. મનીષ મારકણાનું કેહવુ છે કે, આવીજ ઘટનાઓ ચાલુ રહશે તો સરકારી સ્કૂલો ભણતર ખાડે જશે અને EMELZO જેવી પ્રાઇવેટ કંપનીઓ પેલા સેવાના નામે આવશે પછી જેવું EMELZO પ્રાઇવેટ કંપનીઓ ખુદ ઉદાહરણ આપે છે કે, BSNL ખુબ સરસ ટેલિકોમની સુવિધા આપતું હોવા છતાં પણ અન્ય કંપનીઓએ પ્રકારની સુવિધા પુરી પાડે છે જેથી ઉપભોકતાને સારા વિકલ્પ મળી રહે.

એનો મતલબ કે ગુજરાત સરકાર ખુબજ સારી હોવા છતાં પણ અન્ય EMELZO પ્રાઇવેટ કંપનીઓ એ પ્રકારની સુવિધા પુરી પાડે છે. જેથી અમારી આપ સાહેબશ્રીને વિનંતી છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને સારૂ ગુજરાત સરકારનું ભણતર મળે એવા હેતુથી ચાલુ રહે જો આવી રીતે છોકરાઓ પાસેથી મજૂરી કામ કરાવવામાં આવશે તો પ્રાઇવેટ કંપનીઓ એનો લાભ લઈ શકે છે.

Exit mobile version