શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ: પત્રકાર દિનકર બંગાળ વઘઈ
સમગ્ર દેશમાં ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ટોપ 5માં આવનારી ડાંગ જિલ્લા ની ઝાવડા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરાઈ:
વઘઈ: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ ઝાવડા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના બાળકોએ પાવરી નૃત્ય, અરેબિક નૃત્ય, ગામતી નૃત્ય, જેવા શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે શાળાના ઉપશિક્ષક રવિન્દ્રભાઈ પટેલે શાળાની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો. શાળા ઉત્તરોઉત્તર પ્રગતિના સોપાન સર કરે તે માટે વાલીઓ દ્વારા તમામ પ્રકારના સહયોગ આપવાની ખાતરી આપી હતી. 1 ઓક્ટોબર શાળા દિન નિમિત્તે વિવિધ ક્ષેત્રે શાળાનું નામ રોશન કરનાર શાળાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાના આચાર્ય કાર્યક્રમની આભારવિધિ કરી હતી.
ઉલ્લેખની છે કે, આ શાળા PM SHRI યોજનામાં પસંદગી પામી છે. તેમજ સ્કૂલ એફિસલન્સ અંતર્ગત માત્ર 100 દિવસમાં શાળા પસંદગી પામી હતી.જે મુજબ લક્ષ્યાંક હાંસલ કરવા માટે શિક્ષકો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કરવામાં આવ્યું હતુ.આ સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ શાળા મોખરે રહી છે.જેમાં ગ્રીન એન્ડ સસ્ટેનેબલ કોમ્પિટિશન અંતર્ગત દેશમાં પ્રથમ પાંચમા સ્થાન મેળવ્યું છે,અને સ્વચ્છતા સ્પર્ધામાં જિલ્લામાં બીજા ક્રમમાં રહેવા પામી હતી. આ સાથે બાહ્ય પરીક્ષામાં ૧૦૦ ટકા ભાગીદારી નોંધાવી હતી. જેમાં એન.એમ.એમ.એસ. મેરીટમાં, પી.એસ.ઈ. મેરીટમાં, જવાહર નવોદય પરીક્ષામાં સ્થાન મેળવેલા છે. ધોરણ 5 અને 6 માટેની કોમન એન્ટ્રસ એક્ઝામમાં પણ 100 ટકા ભાગીદારી નોંધાવી છે.