Site icon Gramin Today

ઝાંખ થી અંકલેશ્વર બસ શરૂ કરવા વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર અપાયું;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ઝાંખ થી અંકલેશ્વર બસ શરૂ કરવા આજ રોજ વિદ્યાર્થીઓ દ્વારા દેડીયાપાડા પ્રાંત અધિકારીશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આવેદન માં જણાવ્યા મુજબ અંકલેશ્વર ડેપો માંથી ઝાંખ – અંકલેશ્વર બસ ચાલુ કરાવીને સવારે ૫:૪૫ વાગે ઉપડતી અને બપોરે ૧૨:૪૫ વાગે ઉપડતી અંકલેશ્વર-ઝાખ બસ ચાલુ કરવામાં આવે, તો મુસાફરોને પડતી તકલીફો દૂર થાય અને એસ.ટી.વિભાગ ની આવક પણ સારી થાય એમ છે, દેડીયાપાડા તાલુકાના મુસાફરોજ  રોજીંદી મુસાફરી કરે છે તે લોકોને ગામડેથી આવવા જવાનું તકલીફ પડે છે તો આ બસ ચાલુ કરવામાં આવે તો મુસાફરોને પડતી તકલીફ દૂર થશે અને જાનના જોખમે મુસાફરી માંથી મુક્તિ મળશે.

ડેડીયાપાડા માંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ડેડીયાપાડા થી નેત્રંગ, વાલિયા, અંકલેશ્વર જવું પડે છે ને આ બસ વાયા નેત્રંગને વાલીયા થઇને જાય છે, તો ત્યાં વિદ્યાર્થીઓ ને વધુ સવલત રહેશે તેથી અંકલેશ્વર -ઝાંખ બસ ચાલુ કરવાંમાં આવે એ બાબતે દેડીયાપાડા પ્રાંત અધિકારીને વિદ્યાર્થીઓ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

Exit mobile version