Site icon Gramin Today

ચોમાસુ શરુ થતાં દેડિયાપાડામાં કૂદરતી સોંદર્યનો અદભૂત નજારો સર્જાયો!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા.

સાતપુડા ડુંગરોની ગિરિમાળા કંદરાઓથી વિટળાયેલો કુદરતની સાનિધ્યમાં ગુંજતું ગામ.કણજી કૂદરતી સોંદર્યનો ભરપુર નજરો જોવાં મળે છે. નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના કણજી વિસ્તારમાં ચોમાસામાં ડુંગર પર વાદળો છવાઈ જતા અદભૂત નજારો માણવાનો મળે છે. ચોમાસાની શરૂઆત થતાંની સાથે ડુંગર વિસ્તારનું સોંદર્ય  કુદરતની કળાએ ખીલી ઊઠે છે. વાદળો આ વિસ્તારમાં લોકો સાથે સમય વિતાવવા ધરતી પર નીચે ઉતરી આવે છે:

 આ વિસ્તારમાંથી  દેવ નદી વહે  છે, પંખીઓનાં મધુર  અવાજથી વાતાવરણ મગ્ન અને નદીનાં ખળ ખળ અવાજથી આ વિસ્તાર ની શોભા, સોંદર્યમાં  ચાર ચાંદ લાગી ગયાં લાગે છે, અને  અદભૂત કૂદરતી નજારો જોવા મળે છે  જેમ જેમ વરસાદ પડવાની શરૂઆત થાય છે તેમ તેમ દેડીયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીના ડુંગર વિસ્તારનું  સોંધર્ય પૂરબહારમાં ખીલી ઉઠે છે લીલીછમ વનરાજી વાળા ડુંગરો તેમાં વહેતી દેવ નદી, તરાવ નદી, બગુલા ખાડી, તેમજ અન્ય ખાડી , કોતરો, ખળ-ખળ વહેતાં ઝરણાં, નીનાઈ ધોધ, હીલ સ્ટેશન માલ સામોટ, કોકમ વિસ્તારનું સોંધર્ય ખીલી ઉઠે છે જાણે નવુ અને લીલુંછમ  થઇ  જાય છે, વરસાદ પડ્યા બાદ આકાશમાંથી સફેદ રૂ જેવા વાદળો ડુંગર પર છવાઈ જાય છે. કાશ્મીરની યાદ તાજી કરાવે તેવા દ્રશ્યો સર્જાય છે.જે જોવા લાયક છે ડુંગર પર વાદળો અને નીચે ડુંગરની તળટીમાં કણજી ગામના આદિવાસીઓના ઘરો  કાચા, વાંસ – લાકડાં-માટીનાં બનેલા છે, સાચેજ ડેડીયાપાડાનો આ વિસ્તાર જોવાં જેવો છે,

Exit mobile version