શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
સમગ્ર રાજ્યમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધો. 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય પ્રતિભા શોધ (Nationnal Telent Search Scholarship) શિષ્યવૃત્તિ માટેની પ્રથમ તબક્કાની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા. 16 જાન્યુઆરી, 2022ના રોજ યોજાશે.
આ પરીક્ષા માટે આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા. 29 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર સુધીમાં ઓનલાઇન ભરી લેવાના રહેશે. જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધો. 10માં રાજ્યમાં આવેલી સરકારી, ખાનગી કે લોકો બોડી, સેલ્ફ ફાયનાન્સ અથવા તો કોઇ પણ બોર્ડની માન્ય શાળામાં ભણતો હોય તે વિદ્યાર્થી રાષ્ટ્રીય પ્રતિભા શોધ (Nationnal Telent Search Scholarship) શિષ્યવૃત્તિની પરીક્ષામાં ભાગ લઈ શકશે. કોઈ પણ , આવક મર્યાદાને ધ્યાને લીધા વગર આ પરીક્ષા કોઈપણ વિદ્યાર્થીઓને આપી શકાય છે.
ત્યારે અહીં સૌથી મહત્વની બાબત એ છે કે, NCERTની ગાઇડલાઇન અનુસાર ધો. 11 અને ધો. 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાર્ષિક રૂા. 15 હજારની સ્કોલરશિપ મેળવી શકશે. જ્યારે ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ માટે વાર્ષિક રૂ. 20 હજારની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
જ્યારે PhD અભ્યાસ માટે UGC ના નિયમો મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. આ અંગેની વિગતવાર માહિતી સાથેનું જાહેરનામું વેબસાઇટ www.sebexam.org અને gujarat-education.gov.in/seb વગેરે જેવી વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યું છે.
જો કે તમને જણાવી દઇએ કે, આ અંગે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2021 છે. નોંધનીય છે કે, આ પરીક્ષા અંગે DEO કચેરીના રાજુભાઈ ભટ્ટએ જણાવ્યું કે, ‘પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તથા ગુજરાતી રહેશે. આ એક્ઝામ mcq ટાઈપ ની રહેશે.