Site icon Gramin Today

કોરોના વોરીયર્સ દ્વારા જીલ્લા કલેકટરને આપાયું શોષણ બાબતે આવેદનપત્ર!

Tapi breaking  જનક સ્મારક હોસ્પિટલ સમાચાર

શ્રોત: ગ્રામીણ ટુડે  વ્યારા બ્યુરો કિર્તનભાઈ ગામીત,

કોરોના કહેરમાં ફાયટરોએ પોતાનાં હક માટે અને થતાં શોષણ બાબતે દેશનાં વડાપ્રધાનને મોકલ્યું જીલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર!     સમગ્ર દુનિયા કોરોના મહામારીમાં વાયરસ સામે લડી રહી છે, ત્યારે તાપી જીલ્લાનાં વ્યારા ખાતેની જનક સમારક હોસ્પીટલનાં આરોગ્ય કર્મીઓ પોતાનાં હક માટે લડી રહ્યાં છે?

જીલ્લાનાં વડા મથક વ્યારા ખાતે આવેલ ભુલાભાઈ જીવણજી પટેલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત  જનક સ્મારક હોસ્પિટલમાં ફરજ બજાવતાં અલગ અલગ વિભાગના  વર્ગ-૩ અને વર્ગ-૪નાં  આરોગ્ય કર્મીઓએ  ટ્રસ્ટી મંડળ  દ્વારા થતાં શોષણ બાબતે વડાપ્રધાનને આજે આપ્યું આવેદનપત્ર,  આ હોસ્પીટલમાં ૮૦% થી વધારે આદિવાસી સ્ટાફ કામ કરી રહ્યો છે; મળતી માહિતી મુજબ સંચાલકો દ્વારા તેમને  વધુ કામ કરાવીને ઓછો પગાર આપી કરી રહ્યાં છે  શોષણ;  અગાઉ સદર  બાબતે  સુરત નામદાર લેબર કોર્ટમાં રેફરેન્સ ડીમાન્ડ દાખલ કરેલ જેમાં સદર કોર્ટ દ્વારા સંસ્થાના કર્મચારીઓની માંગણી સ્વીકારવી અને આ બાબતે સમાધાન થયેલ જે માન્ય કોર્ટનો શરતી  ફેસલો હમોએ  મંજુર રાખેલ  છે, પરંતુ હોસ્પિટલનાં  સંચાલકો દ્વારા આજ દિન સુધીમાં એટલેકે વર્ષો સુધી પણ કોર્ટનાં આદેશનું  પાલન નહિ થતાં, ફરી નામદાર કોર્ટનો સહારો લેવો પડ્યો છે, 

કર્મચારીઓએ સરકારની ગાઈડલાઈન્સ મુજબની સુવિધા અને  કોરોના મહામારીમાં અમારાં સુરક્ષા માટેનાં સાધનો નથી અપાયાં તે ખૂબ દુઃખ દાયક છે,  સાથે ગુજરાત સરકાર દ્વારા અપાયેલ અનુદાનનો  નથી કરાતો  લોક સેવા માંટેનો  ઉપયોગ; પગારનાં વધારા માટે થઇ રહ્યો છે અમુક જ લોકો સાથે અન્યાય અને ફૂલ હાજરીમાં પણ અપાય છે ફક્ત ૨૬ દિવસનો પગાર અને ૧ CL રજા વખતે અપાય છે ૨૫ દિવસનો પગાર;  અમારા પર થતાં અન્યાય અને શોષણનો તાત્કાલિક સમાધાન કરવાં માન્ય તંત્ર અને દેશનાં વડાપ્રધાન શ્રીને અમારી કારોના મહામારીમાં અમારા પરિવાર પ્રત્યે ગુજરાતની સંવેદનશીલ સરકાર બને સંવેદન,

Exit mobile version