શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ વાંસદા કમલેશ ગાંવિત
નવસારી, વાંસદા… ચોમાસા ૠતુના બે-બે મહિના વીતી જવા છતાં વરસાદ ન પડતા આદિવાસીઓમાં નિરાશાજનક પરિસ્થિતિ: વરસાદ આધારિત ખેતીમાં ઉપલા વરસાદનું ઘણું મહત્વ છે નદી,નાળા અને કોતરો સુકાયા છે ત્યારે ગામડાઓમાં વસતાં લોકો અને ઢોર ઢાંકર માટે કોરોના કહેર વચ્ચે વરસાદનું ખેચાવું ચિંતાનો વિષય બન્યો છે! ત્યારે અમુક ગામોમાં પારંપારિક રીતે કરવામાં આવતી મેઘરાજાને રીઝવ્યા માટે રાખવામાં આવતાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યા છે, નવસારી જીલ્લાનાં વાંસદા તાલુકાનું ભીનાર ગામ અહી મેઘરાજને રિઝવવા માટે ગામના અગ્રણીઓની હાજરી વચ્ચે કાળાકાકર દેવની પૂજા અર્ચના અને ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સત્ય છે કે સરકારી આંકડા અને ખેતી લાયક વરસાદમાં ઘણો તફાવત જોવાં મળે છે!
આ કાર્યક્રમમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન સહીત અનેકોએ હાજરી આપી,
ચોમાસુ બેઠાના બે મહિના થઈ જવા છતાં વરસાદ ન દસ્તક દેતા વાંસદા પંથકમાં વારસાદ રોપણી લાયક ન વરસતા અહીના આદિવાસી ખેડૂત સમાજ ચિંતામાં મુકાયો છે.
અને આદિવાસી પરંપરા મુજબ વરસાદ પડે એ માટે મેઘરાજાને રીઝવવા માટે પરંપરાગત સંસ્કૃતિક રીતભાત મુજબ ભીનાર ગામે આવેલ કાળાકાકર દેવ પૂજા આરંભ કરવામાં આવી હતી,
ગામના આગેવાનો અને આદિવાસી સમાજના ભગતો દ્વારા મેઘરાજાને રીઝવ્યા માટે પૂજા અર્ચના સાથે ભજનો રાખવા આવ્યા હતા. જેમાં વાંસદા, ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને સાથે વાંસદા તાલુકાના પંચાયત પ્રમુખ ચંપાબેન હાજર રહેતા લોકોમાં ઉત્સાહ વધ્યો હતો.