Site icon Gramin Today

આહવામાં કોંગ્રેસ પાર્ટીનાં કાર્યકર્તાઓ દ્વારા ભાવવધારા મુદ્દે પેટ્રોલ પંમ્પ પાસે બેનરો, સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન!.

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, આહવા સુશીલ પાવર

ડાંગ જિલ્લાનાં  આહવામાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પેટ્રોલ- ડિઝલનાં  ભાવવધારા મુદ્દે આહવા પેટ્રોલ પમ્પ પાસે બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન.
સમગ્ર દેશમાં જનતા પહેલાજ કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉન ને કારણે હેરાન થઇ હતી અને થઈ રહી છે જે દરમ્યાન ઘણા લોકો એ પોતાના ધંધો રોજગારી ગુમાવવી પડી હતી .અને એમની આર્થિક પરિસ્થિતિ પણ નબળી થવા પામી છે ત્યારે બીજી તરફ સરકારે જનતા સામે પેટ્રોલ- ડિઝલના ભાવમાં મોંઘવારી કરી એ એક મોટો પ્રશ્ન નિર્માણ થયો છે .તાજેતરમાં જનતાને મોંઘવારીથી બચવા કોઈ આશા દેખાતી નથી, આજ રોજ આહવા પેટ્રોલ પમ્પ પાસે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ ના ભાવ વધારા મુદ્દે સરકારની ગરીબ જનતા પર ના માર સામે વિરોધ પ્રદર્શન કરી ” ભાજપ તેરે અચ્છે દિન ” “મોંઘા કર્યા પેટ્રોલ ના દામ ભાજપને હવે આપો આરામ ”  “સત્તામાં ભાજપ મસ્ત જનતા ભાવ વધારાથી ત્રસ્ત ” જેવા બેનારો દર્શાવી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી.
કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર દ્વારા કોરોનાની મહામારી દરમિયાન કે જ્યારે લોકોના ધંધા રોજગાર ઠપ છે લોકો મુશ્કેલીમાં છે ત્યારે રાતોરાત પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો ઝીકી દીધો છે આવી પરિસ્થિતિમાં ભાવ વધારો કરવો યોગ્ય નથી જેથી આ ભાવ વધારો પ્રજાહિતમાં પાછો ખેંચવામાં આવે એવી માંગ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. આપણી  સરકાર પ્રજા પ્રત્યે બને સંવેદનશીલ તે જરૂરી.

Exit mobile version