Site icon Gramin Today

આશ્રમશાળાના વિધાર્થીઓ માટે હોમ લર્નિગ માર્ગદર્શન માટેનો સધન કાર્યક્રમ ૨૦૨૧નુ આયોજન:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ વિભાગ ( ગુ.રા.) જિલ્લો તાપી આયોજિત મિશન શિક્ષણ સાધના (આશ્રમશાળા) દ્વારા આશ્રમશાળાના વિધાર્થીઓને હોમ લર્નિગ માર્ગદર્શન માટેનો સધન કાર્યક્રમ ૨૦૨૧ નુ આયોજન તારીખ 21/22/23 જુલાઈ 2021 ના રોજ કરવામાં આવ્યું છે.

સદર કાર્યક્રમ અંતર્ગત 19 તારીખ નારોજ મગરકુઈ ખાતે  તાલીમ અને સમજુતી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું: જેમાં કાર્યકમની સરળ સમજૂતી અને કાર્ય પદ્ધતિ ની સમજ સંકલન કર્તાઓ દ્વારા આપવામાં આવી હતી,

સદર કાર્યક્રમ મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ વિભાગ ( ગુ.રા.) જિલ્લો તાપી આયોજિત મિશન શિક્ષણ સાધના (આશ્રમશાળા) દ્વારા આશ્રમશાળાના વિધાર્થીઓને હોમ લર્નિગ માર્ગદર્શન માટેનો સધન કાર્યક્રમ ૨૦૨૧ નુ આયોજન તારીખ 21/22/23 જુલાઈ 2021 ના રોજ થનાર છે,

આ કાર્યક્રમનું મુખ્ય લક્ષ્ય એ છે કે તાપી જિલ્લાની 57 આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા 4000 થી વધુ વિધાર્થીઓ અને વાલીઓની પ્રત્યક્ષ મુલાકાત દ્રારા શિક્ષણ ના મુખ્ય પ્રવાહ સાથે નું સાતત્યપૂર્ણ જોડાણ થાય. જેમા આશ્રમશાળા ના શિક્ષકો જુદા જુદા કુલ 182 ગામના 4353 વિધાર્થીઓના ગામમાં જઈ ને રાત્રી રોકાણ કરીને સતત 3 દિવસ બાળકો ને માર્ગદર્શન આપશે તથા સાથે સાથે વાલી સંપર્ક અને બાળકો ના શિક્ષણ બાબતે ચર્ચા કરશે.

આ અનોખા કાર્યક્રમ ને સફળ બનાવવા માટે દાતાઓ તરફથી 4500 વિધાર્થીઓ માટે નોટબુક, પેન-પેન્સિલ કીટ, તથા બિસ્કીટ સહીત અન્ય વસ્તુની હેલ્પ કીટ આપવામાં આવી હતી.‌ આ કીટ તૈયાર કરવા માટે સેવામાં હાથ લંબાવેલ દાતાશ્રીઓમા છોટુ કાકા (ગડત) તથા ડૉ. મિતેશભાઈ તથા ડૉ.સમીરભાઈ ( રિધમ હોસ્પિટલ વ્યારા ) તથા મિતુલભાઈ બ્રહ્મભટ્ટ (૨૦૦૦ બિસ્કીટ પેકેટ ) તથા RFO સાહેબ વ્યારા તથા સુરતની મદદ રૂપ થનાર NGO નો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ નું તમામ માર્ગદર્શન અને સમજ શ્રી હસમુખભાઈ ગામીત (મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ, તાપી જીલ્લો)નાઓ દ્વારા આપવામાં આવેલ હતું, તથા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં સંકલન સમિતિના સંયોજક શ્રી મનિષભાઇ મિસ્ત્રી તથા સહસંયોજક શ્રી યોગેશભાઈ ગામીત તથા શ્રી રસિકભાઈ ચૌધરી, શ્રી રમેશભાઈ ગામીત, શ્રી સુધિરભાઈ વળવી, શ્રી અરવિંદભાઈ ચૌહાણ, શ્રી સમીરભાઈ ચૌધરી, શ્રી રાકેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ ભારતી, શ્રી સંજયભાઈ ગામિત, શ્રી જયદિપસિંહ પરમાર તથા સહયોગ તાપી જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંધ નો મળેલ છે. અને આ કાર્યક્રમ ને સફળ કરવા માટે તાપી જિલ્લાની 57 આશ્રમશાળાના કર્મચારી મિત્રો સહભાગી થયા છે.

Exit mobile version