Site icon Gramin Today

આરાધના ઉત્તર બુનિયાદી ગડત ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૩.૬૪ ટકા સાથે શ્રેષ્ઠ પરિણામ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

આરાધના ઉત્તર બુનિયાદી ગડત ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૩.૬૪ ટકા સાથે શ્રેષ્ઠ પરિણામ:

વ્યારા-તાપી: સમગ્ર રાજ્યનું ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ હાલમાં જાહેર થયું છે. ત્યારે તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલ આરાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ગડત નું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 63.64 % આવેલ છે. જેમાં કુલ ૨૨ વિદ્યાર્થીઓ માંથી ૧૪ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ અને ૮ વિદ્યાર્થીઓ અનુત્તિર્ણ થયા છે. આમ સંસ્થાનું અત્યાર સુધીમાં શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે.
ડોલવણ તાલુકામાં આવેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલય માં અંતરિયાળ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓના ભાવિનું સારૂ ઘડતર થાય તે માટે વિદ્યાર્થીઓ પાછળ શિક્ષકો પુરી લગનથી મહેનત કરે છે. શાળાના પરિણામમાં ઉત્તરોત્તર વધારો થતા માર્ચ-૨૦૨૨ માં અત્યાર સુધીનું સૌથી સારૂ પરિણામ મળતા ગડત પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. શાળામાં પ્રથમ નંબરે ચૌધરી તન્વીબેન જયેશભાઈ, જ્યારે ચૌધરી વિભૂતીકુમારી રણજીતભાઈ અને ચૌધરી સ્ટીવન કુમાર  ગિરીશભાઈ બંને વિદ્યાર્થીઓ દ્વિતિય નંબરે રહ્યા છે. શાળાના આચાર્ય શ્રી વિજ્ઞાન શિક્ષકો અને શાળા પરિવાર તથા ગડત ગ્રામજનોએ પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. અને સફળ ન થનાર વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષાની તૈયારી કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

Exit mobile version