Site icon Gramin Today

આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા મૌઝા ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  સર્જનકુમાર 

આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા મૌઝા ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી;

શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે ૫ મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવાય છે. ભારતમાં શિક્ષક દિન દર વર્ષની ૫ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.


આજના દિવસે નેત્રંગ તાલુકાની આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા મૌઝામાં શિક્ષક દિનની ઉજવણી ઉત્સાભેર કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શાળાના ધોરણ આઠના બાળકો એ શિક્ષકોની ફરજ બજાવી હતી તેમણે દિવસ દરમિયાન જુદા જુદા વિષયોના પિરિયડ પદ્ધતિથી બાળકોને શિક્ષણ આપ્યું હતું.  દિવસના અંતે શિક્ષકોની ફરજ બજાવતા વિદ્યાર્થીઓ અને શાળાના જુદા જુદા ધોરણના વિદ્યાર્થીઓ પાસે આજના દિવસ વિશેના પ્રતિભાવો મેળવવામાં આવ્યા. બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આજનો દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો હતો.

Exit mobile version