Site icon Gramin Today

અલગ ગ્રામપંચાયત મુદ્દે આદિવાસી મૂળ નિવાસી સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

મહાનગરોની આસપાસના ગામોને પાલિકામાં સમાવવા વસ્તીગણત્રી કેમ નડતી નથી? (મહેશ વસાવા)

નર્મદા,રાજપીપળા;   આજે “આમુ” આદિવાસી મૂળ નિવાસી  સંગઠન દ્વારા નર્મદા જિલ્લાની દરેક ગામોને અલગ ગ્રામપંચાયતની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

પ્રાપ્ત માહિતી મુજબ આમુ સંગઠનના પ્રમુખ મહેશભાઈ વસાવાની આગેવાનીમાં નર્મદા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું  જેમાં જણાવ્યા મુજબ “આમુ” આદિવાસી મૂળ નિવાસી  સંગઠન દ્વારા ઘણા સમયથી ગામોને અલગ ગ્રામપંચાયતનો દરજજો આપવા માટે લડત ચલાવવામાં આવી છે  જે સંદર્ભે નર્મદા જિલ્લા પંચાયત દ્વારા પ્રસ્તાવ રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આવનાર 2021માં વસ્તી ગણતરીનું બહાના હેઠળ રાજ્ય સરકારે કોઈ પણ ક્ષેત્ર માં ફેરફાર ન કરવાનું બહાનું ધરી આ કાર્યવાહી મોકૂફ કરતો હુકમ આપતા આદિવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો આ બાબતે સરકાર ફેર વિચાર કરે તેવી માંગ સાથે આજે નર્મદા જિલ્લા કલેકટરને આમુ સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ બાબતે આમુ સંગઠન નર્મદાના પ્રમુખ મહેશ ભાઈ વસાવાએ આ બાબતે પોતાનો વિરોધ દર્શાવ્યો  હતો અને જણાવ્યું હતું કે હાલ સરકાર દ્વારા મહાનગરપાલિકાની પાસે આવેલ ગામોને પાલિકામાં સમાવવા પ્રસ્તાવ કરાયો છે ત્યારે સરકાર ને હવે  વસ્તી ગણતરી કેમ નડતી નથી? અને ગ્રામપંચાયત મુદ્દે કેમ આ મુદ્દો નડે છે! સરકાર જાણી જોઇને આદિવાસી વિસ્તારમાં વિકાસનાં બહાને કુદરતી સંપત્તિઓને કંપનીઓનાં અને પુંજીપતિઓના હાથમાં આપી રહી છે!  એ હાલનાં સમયનું કડવું સત્ય છે: ઉપરાંત જણાવ્યું હતું કે અમે નર્મદા જીલ્લામાં દરેક ગામને પોતાની  અલગ ગ્રામપંચાયત મળે તે  મુદ્દે લડત ચાલુ જ  રાખીશું એ અમારો સંવિધાનીક હક છે જે અમો  લઈ નેજ રહીશું.

Exit mobile version