Site icon Gramin Today

સ્ટેચ્યુ બાદ પ્રવાસીઓ માટે 30 ઓક્ટોબરે પી.એમ.મોદી ક્રુઝ બોટનું પણ લોકાર્પણ કરશે,જે માટે 3 જેટી તૈયાર કરવામાં આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

આ ક્રુઝ બોટમાં આમ તો 200 થી 250 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે, પણ હાલ કોરોનાના નિયમોને પગલે માત્ર 50 લોકોને જ પરમિશન આપવામાં આવશે.

રાજપીપળા : સ્ટેચ્યુ  યુનિટીમાં વધુ એક નવા મોર પિચ્છનો ઉમેરો થયો છે, જેમાં 30 ઓકટોબરે પી.એમ. ક્રુઝ બોટનું લોકાર્પણ કરશે, આમ તો 21 માર્ચના રોજ આ ક્રુઝ બોટનું લોકર્પણ કરવાના હતા પણ કોરોના મહામારી ના કારણે તે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો, એ હવે 30 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા આવી પહેલા જંગલ સફારીનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ સ્ટેચ્યુ ખાતે બનેલ ક્રુઝ બોટની જેટી ખાતે થી ક્રુઝ બોટનું લોકાર્પણ કરશે અને ત્યાંથી બોટમાં બેસી શ્રષ્ઠ ભારત ભવન ખાતે બીજી જેટી બનાવવામાં આવી છે ત્યાં સુધી વડાપ્રધાન જશે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીની આ સફર 6 કિલોમીટરની રહેશે. જેના માટે 3 જેટી બનાવવામાં આવી છે, એક જેટી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જયારે બીજી જેટી શ્રેષ્ઠ ભારત ભવન પાસે અને ત્રીજી જેટી સ્ટેચ્યુની બિલકુલ પાછળ હોય જે ઇમર્જન્સી જેટી છે, જો કોઈ દુર્ઘટના બને તો આ જેટીનો ઉપયોગ કરવામાં આવશે, આ ક્રુઝ બોટમાં આમ તો 200 થી 250 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે, પણ હાલ કોરોનાના નિયમો ને પગલે માત્ર 50 લોકોને જ પરમિશન આપવામાં આવશે અને બોટમાં નાસ્તાની વ્યસ્થા પણ છે, જે પ્રવાસીએ પોતાના ખર્ચે કરી શકશે, સાથે મનોરંજન માટેની પણ ખાસ વ્યવસ્થા બોટમાં કરવામાં આવી છે.

Exit mobile version