Site icon Gramin Today

સાપુતારા સહીત ડાંગ જિલ્લાના અન્ય સ્થળોને સરકારનાં ગાઈડ લાઈન મુજબ ખુલ્લા મુકાતા સાપુતારામાં પ્રવાસીઓની મહેરામણ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, રામુભાઈ માહલા 

ડાંગ: ગુજરાત રાજ્યનું એકમાત્ર પ્રવાસન હવા ખાવાનું સ્થળ સાપુતારા સહીત ડાંગ જિલ્લાના અન્ય સ્થળોને સરકારનાં ગાઈડ લાઈન મુજબ ખુલ્લા મૂકી દેવામાં આવ્યાં છે,  સાપુતારા સહીત ડાંગ જિલ્લાના અન્ય સ્થળોને મુકાતા શનિ અને રવિવારે રાજાના દીવાસોમાં સાપુતારામાં પ્રવાસીઓ ઊભરાયા હતા: શનિ રવિ વિકેન્ડમાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદે વિરામ લેતા પ્રવાસીઓએ પેરાગ્લાયડીંગ,બોટીંગ સહીત એડવેન્ચર એક્ટિવિટીની પ્રવાસી લોકોએ  મઝા માણી હતી, 


કોરોનાની વૈશ્વિક મહામારીનાં લોકડાઉનમાં માર્ચ મહિનાથી ડાંગ જિલ્લાનાં પ્રવાસન સ્થળો બંધ હાલતમાં રહેતા ધંધા રોજગાર ઠપ્પ થયા હતા, હાલમાં અનલોકડાઉન ૫.માં સરકારની ગાઈડલાઈન મુજબ ડાંગ વહીવટી તંત્ર દ્વારા સંક્રમણ ન ફેલાઈ તે રીતે નિયમોનાં પાલન સાથે ગિરિમથક સાપુતારા ખાતેનાં બોટીંગ સહીત એડવેન્ચર એક્ટિવિટી અને જોવાલાયક સ્થળોને ખુલ્લા મુકતા અહી પ્રવાસન ઉધોગ ધીમે ધીમે પાટા ઉપર આવી રહયો છે.

ગિરિમથક સાપુતારા સહીત પ્રવાસન સ્થળોને છૂટછાટ મળતા શનિ રવીમાં પ્રવાસીઓનો પગરવ ધબકતો થયો હતો . ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીત તળેટી વિસ્તારમાં દિવસ દરમ્યાન વરસાદી માહોલે વિરામ લેતા અહીનાં સમગ્ર સ્થળોનું વાતાવરણ આહલાદક બન્યુ હતુ,  શનિ રવિની રજાઓની મઝા માણવા આવેલ પ્રવાસીઓએ ટેબલ પોઈંટ સહીત સનરાઈઝનાં લીલાછમ સ્વચ્છ વાતાવરણમાં આંનદની પળો માણી હતી.ગિરિમથક સાપુતારા ખાતે ધુમ્મસભર્યું વાતાવરણ અને હળવા તડકામાં પ્રવાસીઓએ બોટીંગ,પેરાગ્લાઈડીંગ સહીત એડવેન્ચર એક્ટિવિટીઓનો આસ્વાદ માણ્યો હતો, સાથે ડાંગ જિલ્લામાં શનિ રવિમાં ગીરાધોધ, બોટનીકલ ગાર્ડન વઘઇ સહિતનાં સ્થળોએ મોટી સંખ્યામાં ઉમટી પડી પ્રકૃતિનો સ્વાદ માણ્યો હતો. સાચેજ જો પ્રકૃતિને નજીક થી માણવી હોય તો નક્કી એક વખત સાપુતારા અને આહવા,ડાંગ માં પધારો:

Exit mobile version