શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સરકારી વિનયન કોલેજ દેડીયાપાડા ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું;
જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને કોલેજના સંયુક્ત ઉપક્રમે ઉદિશા અંતર્ગત રોજગાર મેળાનું કરાયું આયોજન:
સરકારી વિનયન કોલેજ ડેડીયાપાડા ખાતે તારીખ 12મી ઓક્ટોબર ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને કોલેજના સંયુક્ત ઉપક્રમે ઉદિશા અંતર્ગત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 55 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો, જેમાં નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના સાગબારા, ઉમરપાડા, ગરુડેશ્વર, વાલીયા, નેત્રંગ, ઝઘડિયા, સેલંબા ના અનેક વિદ્યાર્થી/વિદ્યાર્થીની ઓએ લાભ લીધો હતો.
આ રોજગાર મેળામાં “એયુ સ્મોલ ફાઇનાન્સ અને વેલ્સન ફાર્મર ફર્ટીલાઈઝર પ્રાઇવેટ લિમિટેડ” કંપનીઓ ના પ્રતિનિધિ ઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ પ્લેસમેન્ટ કો-ઓર્ડીનેટર શ્રી સંજયભાઈ પરમાર કોલેજના અર્થશાસ્ત્રના અધ્યાપક શ્રી ડૉ.બી.આર. પરમાર અને અંગ્રેજી વિભાગના મહેશભાઈ વસાવા, જયશ્રીબેન વસાવા અને સંસ્કૃત વિભાગના અંગીતાબેન તથા કોમ્પ્યુટર ઓપરેટર વિપુલભાઈ વસાવા તથા એન.એસ.એસ. વિભાગના કોર્ડીનેટર શ્રી રમેશભાઈ વસાવા અને તેમના સ્વયંસેવક સેવકોએ સફળતાપૂર્વક આ કામગીરી પૂર્ણ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમ કોલેજ ના આચાર્યશ્રી ડો.અનિલાબેન પટેલ ના અધ્યક્ષપદ હેઠળ સંપન્ન થયો હતો.