Site icon Gramin Today

શિક્ષિકા ચિત્રાંગના ચૌધરીએ ફેસબુકના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વનિર્મિત ગણિત પઝલ રજુ કરી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

જીલ્લા મથક વ્યારાના પ્રાથમિક શાળા સિંગીની શિક્ષિકા ચિત્રાંગના ચૌધરીએ ફેસબુકના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વનિર્મિત ગણિત પઝલ રજુ કરી:

વ્યારા-તાપી: ઇન્ટરનેશનલ ગૃપ શૈક્ષિક આગાસના મંચ અંતર્ગત ઓનલાઈન પ્રોગ્રામમાં તાપી જિલ્લાના પ્રાથમિક શાળા સિંગીની શિક્ષિકા ચિત્રાંગના ચૌધરીએ ફેસબુકના માધ્યમથી દેશ,દુનિયાને સ્વનિર્મિત ગણિત પઝલ રજુ કરી હતી. પ્રસ્તુત ગણિત પઝલ લોકડાઉન પછી શિક્ષણનો લોસ અને મગજનો કંટાળો દૂર કરી બાળકોમાં આનંદપુર્વક ગણન પ્રકિયા કરવામાં અનેરો ઉત્સાહ વધારનારી બની છે. પ્રારંભિક વર્ગ શિક્ષણ અને સંખ્યા જ્ઞાન માટે શૈક્ષિક આગાસનો આ પ્રયત્ન દરેક શાળા માટે ઉપયોગી સાબિત થશે એમ ચિત્રાંગના ચૌધરીએ આશા વ્યક્ત કરી હતી. આ ઓનલાઇન કાર્યક્રમમાં શૈક્ષિક આગાસના સ્મૃતિ ચૌધરી, નેશનલ ગાઈડ સત્ય નારાયણ શર્મા અને સ્ટેટ કોડીનેટર રાજસ્થાન વિપિન ભટ્ટ સહિત વિવિધ મહાનુભાવો આંતરરાષ્ટ્રીય સ્તરેથી ફેસબુકના માધ્યમથી જોડાયા હતા. તાપી જિલ્લાને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવવા બદલ શાળાના આચાર્યાશ્રી નીવિતા મસ્કરેનસ સહિત સમગ્ર શાળા પરીવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા. 

Exit mobile version