Site icon Gramin Today

વેશ્વિક કોરોના કહેર વચ્ચે ગુજરાતની ખાખીનો માનવતાવાદી ચેહરો

ડર  નહિ માનવતાંનાં પુજારી જન સેવામાં પ્રભુ સેવા ગુજરાત પોલીસનું  માનવતાવાદી વલણ જનતાએ કર્યા લાખો સલામ, બસ આટલાં ફોટો પૂરતાં છે પોલીસનાં વખાણ માટે;   

આજે  કોરોના મહામારીમા  પોલીસની “ખાખીને સલામ”, ફરજ બજાવતાં અધિકારીઓને  પદની ગરીમાં અને અધિકારોને ધ્યાનમાં રાખીને કામગીરી કરવી પડે છે, ઘણીવાર ખાખીએ એવું કામ કરવું પડે છે, જે થી જનતામાં એવો મેસેજ જાય છે કે પોલિસે માનવતાં નેવે મૂકી દિધી છે, લાગે છે માનવતાનાં દુશ્મનોએ માનવતા તાર તાર કરી નાખી!  પણ ઘણાં કિસ્સામાં  વાસ્તવિકતા કઈ જુદી હોય છે, સોસિયલ મીડિયા આજે ઘણું આગળ વધ્યું છે, ફોટોગ્રાફ્સ પાડવા અને વિડીયોગ્રાફી કરીને વાયરલ કરવી જાણે માનવીનો  શોખ બની  ગયો છે, સામાજિક જાગરૂકતા માટે ઘણે અંશે જરૂરી પણ છે, પરંતુ સિક્કાની બીજી તરફ પોલીસ સમાજનું અભિન્ન અંગ છે, પોલીસ આપણા માટે છે, કાયદો અને વ્યવસ્થા સમાજમાં જળવાય તેના માટે છે, ૩૦ થી ૪૦  વર્ષ પહેલાં અજ્ઞાનતાનાં દિવસોમાં (જયારે શિક્ષણ અને જાગરૂકતા ન હતી જે આજે છે)  સમાજમાં પોલીસ માટે બનેલી બહુ ચર્ચિત કહેવત આજે ખોટી પડે છે! પોલીસની છબી આજે સમાજમાં  રિયલ હીરો જેવી છે,  ફિલ્મજગત આ માનસિકતા સમાજમાં ફેલાવવા માટે ઘણાં ફિલ્મો બનાવી ચુકી છે, પોલિસ પ્રસાસનનાં સારા માનવતાનાં કામો પ્રત્યે સમાજમાં વાહ વાહ થઇ રહી છે, ફરજની સાથે માનવતાં નિભાવવી  થોડી મુશ્કેલીઓ જરૂર પડે છે, પણ ઈરાદો સારો અને ભલાઈનો  હશે તો ઉપરવાળો નક્કી મદદ કરશે!  સાચાં અર્થમાં તાળી અને થાળીતો કોરોના ભગાડવા માટે નાં હતી પણ વડાપ્રધાન  મોદીજીનાં એ આહવાન પછી કેટલાંક બુદ્ધિશાળી લોકો વિજ્ઞાન અને તર્ક વિતર્ક બતાવા લાગ્યાં: અને જે ભૂલ કરી નાંખી બાપરે બાપ ગુજરાતીઓને કોણ સમજાવે? આપણે તાળીઓ પ્રશાસન અને કર્મચારીઓ માટે વગાડવાની હતી કે તેઓને પ્રોત્સાહિત કરવાંનાં  અને સેવા માટે બિરદાવના હતાં પણ શું થયું?    હું આજે પણ પોલીસ અને ડોક્ટર તથા આરોગ્ય કર્મચારીઓને લાખ લાખ  સલામ કરું છું;  તેમનું સમાજ સેવાનું સમર્પણ અને આજનાં કોરોના  મહામારી જેવી કપરી  પરિસ્થિતિમાં સતત એલર્ટ  દેશની સૌથી યુવા ગુજરાત  પોલીસ ફોર્સને સલામ!   ઘરમાં રહો સુરક્ષિત રહો;

Exit mobile version