Site icon Gramin Today

વિશ્વ માટે કોરોના મહામારી! અમુક લોકો માટે દાનધર્મ તો અમુક માટે કરી લેવી રોકડી!

શ્રોત: ગ્રામીણ ટુડે વેબટીમ,    સમગ્ર વિશ્વ માટે કોરોના મહામારી ગણાય છે,  અમુક લોકો માટે સેવા, દાનધર્મનો સમય,જરૂરતમંદ  લોકોને મદદ કરી મેળવ્યું પુણ્ય! તો અમુક લોકો માટે કરી લેવી છે અમારે રોકડી?

ભારતનાં બહુચર્ચિત યોગગુરુ બાબા રામદેવનાં સંસ્થાન પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હરિદ્વાર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જયપુર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું કોરોના દવાનું સંસોધન? કોરોનીલ નામે  દવાની બનાવટ દૈવી ફાર્મસી, હરિદ્વાર અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ, હરિદ્વાર દ્વારા કરવામાં આવી કાલે લોન્ચિંગ અને આજે કોરોનીલ દવા પર સરકારની રોક! બાબાને કોરોના મહામારી વચ્ચે કોરોનીલ દવાનાં નામે  રોકડી કરી લેવાના મુડ સામે  સરકારે કરી લાલ આંખ! 

કાલે દવા લોન્ચિંગનાં  દિવસની વાતો: આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, આજે પતંજલિ પરિવાર માટે ખૂબ જ મોટો દિવસ છે. માનવતાની સેવામાં નમ્ર પ્રયાસ પૂર્ણ થવાની ખુશી આજે તમારી સાથે વહેંચવાનો અમને આનંદ છે. પતંજલિના તમામ વેજ્ઞાનિકો, એનઆઈએમએસ યુનિવર્સિટીના ડો.બલવીરસિંઘ અને તમામ ડોકટરોને અભિનંદન,

યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે, આજે અમને દેશને એ જણાવતા ગર્વ થાય છે દવા ઇમ્યુનિટી બુસ્ટર નથી પણ એક ઇલાજ છે. બાબાએ કહ્યું હતું કે અમને એ કહેતા ગૌરવ થાય છે  કે કોરોનાની પ્રથમ આયુર્વેદિક, ક્લિનિકલી નિયંત્રિત, અજમાયશ, પુરાવા અને સંશોધન આધારિત દવા પતંજલિ સંશોધન કેન્દ્ર અને એન આઈએમએસના સંયુક્ત પ્રયાસોથી તૈયાર કરવામાં આવી છે. . અમે આ દવા પર બે પ્રયાસો હાથ ધાર્યા છે, ક્લિનિકલ અભ્યાસ 100 લોકો પર કરવામાં આવ્યો હતો, (વિશ્વના વેજ્ઞાનિકો દવા શોધવા કોરોનાનાં લક્ષણોનું અભ્યાસ કરે છે તે હજુ પકડાતું નથી ત્યાં બાબાએ શોધ્યો ઈલાજ? કદાચ ઈલાજ હોય તો સારું)

વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત આપણો દેશ!  કોરોના ચેપની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ચોથો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.

કોરોનીલનો દવાનો શું છે મામલો?   આયુષ મંત્રાલયે કહ્યું કે દવાના માપદંડની તાપસ કરાયા વિના કોઇપણ દવાની જાહેરાત અને પ્રસારણ પર રોક રહેશે.

બાબા રામદેવે બપોરે 12 વાગે પ્રેસ કોન્ફ્રન્સ બોલાવી કોરોનીલને લોન્ચ કરી હતી. પરંતુ સાંજે જ કેન્દ્ર સરકારે  રોક લગાવી દીધી. આયુષ મંત્રાલયે પતંજલિ આયુર્વેદિક લિમિટેડ દ્વારા કોરોના વાઇરસના ઇલાજ માટે બનાવેલી દવા અંગે મીડિયામાં આવેલી માહિતી ધ્યાનમાં લીધી. ત્યાર બાદ કંપનીને દવાની જાહેરાત અને આવા પ્રકારના દાવાનો પ્રચાર રોકવા સુચના આપી દીધી.

કોરોનાની દવા જલ્દી શોધાય તે બહુ જરૂરી પણ સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન્સમાં રહીને બાકી બધું…કમાણી કરી લેવાનો મૂડ!

 

Exit mobile version