Site icon Gramin Today

વાંકલ ખાતે ઓનલાઇન ગણિત વિજ્ઞાન -પર્યાવરણ પ્રદર્શનનું આયોજન.

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ,  સુરત નલિનકુમાર

વાંકલ ખાતે શ્રી એન. ડી.દેસાઈ હાઈસ્કૂલમાં ઓનલાઇન ગણિત વિજ્ઞાન -પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.

પ્રદર્શનમાં SVS કક્ષાની કુલ ૩૮ શાળામાંથી જુદા જુદા વિભાગોમાં ૨૨ કૃતિઓની નોધણી થઈ;

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સ્થિત હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાન – પર્યાવરણ પ્રદર્શન ૨૭-૦૩-૨૦૧૧ ના શનિવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૧:૩૦ કલાક દરમિયાન ઓનલાઇન કૃતિઓ જુદા જુદા વિભાગો ૧ થી ૫ ના નિર્ણાયકશ્રીઓએ નિહાળી હતી.આ પ્રદર્શનમાં SVS કક્ષાની કુલ ૩૮ શાળામાંથી જુદા જુદા વિભાગોમાં ૨૨ કૃતિઓની નોધણી થઈ હતી. ઓનલાઇન વિડિયો બનાવી શાળાનાં માર્ગદર્શક શિક્ષકશ્રીઓ તથા બાળ વૈજ્ઞાનિકોએ સુંદર કૃતિનું વર્ણન કર્યું હતું અને બાળ વૈજ્ઞાનિકોમાં નવો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.

સરકારશ્રીની ગાઇડલાઈન અને આરોગ્યલક્ષી ગાઈડલાઈન પ્રમાણે આ ઓનલાઇન પ્રદર્શનમાં પાંચ વિભાગોમાથી દરેક વિભાગમાં પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો. હવે આ કૃતિઓ જે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે જે જિલ્લાકક્ષાના યોજાનાર ગણિત – વિજ્ઞાન પ્રદર્શનમાં પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.આ સમગ્ર પ્રદર્શનનું આયોજન શ્રી એન. ડી .દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલના શિક્ષકશ્રીઓ શ્રી કે.પી. વઢિયાર અને હિતેશભાઇ પંચાલે કર્યું હતું.વિજેતા ક્રમાંક મેળવનાર શાળા માર્ગદર્શન શિક્ષકશ્રીઓ તથા બાળવૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા શાળાના આચાર્યશ્રી તથા સુપરવાઇઝરએ અર્પણ કર્યા હતા અને જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં પણ ખૂબ સારૂ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

Exit mobile version