Site icon Gramin Today

રસ્તા રોકો આંદોલન બાબતે માંગરોળ પોલીસે કોંગી કાર્યકરોની કરી અટકાયત:

શ્રોત: ગ્રામીણ ટુડે માંગરોળ, કરુણેશભાઈ ચૌધરી.

સુરત જીલ્લા ના માંગરોળ તાલુકાના વાંકલ કોલેજ માં કન્યા છાત્રાલય માં ફોરેનથી લવાયેલા  લોકો ને કોરોનટાઈ કરવામાં આવ્યા છે. જેને ધ્યાને લેતા વાંકલ કોલેજ માં ૨૬ તા. ના રોજ પરીક્ષા છે અને કોરોનટાઈન કરવામાં આવ્યા છે તે માથી ન કરે નારાયણ ને કોઈ ને રીપોર્ટ પોઝીટીવ આવ્યો તો આખા વાંકલ ને સીલ કરી દેવાશે તેમાં કોઈ શક નથી. અને આવું બને તો આજુબાજુના ૫૦ ગામો આવરી લેતું આ વાંકલની સાથે કોલેજ, હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓનુ ભાવિ ભવિષ્ય ઉપર ઘણું જોખમ આવી જશે. તેમજ આજુબાજુના ગામોમાં હાલ ચોમાસાની સિઝનમાં ખેતી કરીને જીવન ગુજારવા આખું વર્ષ નિષ્ફળ જશે. જેથી આજરોજ તા. ૧૮/૬/૦૨૦ નાં દીને કોંગ્રેસના કાર્યકર્તા  શામજીભાઇ ચૌધરી માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રૂપસિંહભાઇ ગામીત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી
રમણભાઈ ચૌધરી માજી ધારાસભ્ય પ્રકાશભાઈ ગામીત શાહબુદ્દીન મલેક ડોક્ટર નટવરસિંહ નાનસિંગભાઈ વસાવા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રી હાજર રહી રસ્તા રોકો આંદોલન કરી, સરકાર ને જગરૂત કરવા માટે ૨ વાર આવેદનપત્ર આપ્યું એમાં કોરોનટાન સેંટર અન્ય જગ્યાએ  ખસેડવામાં ન આવે તો રસ્તા રોકો આંદોલન કરમાં આવશે. તો છતાં સરકાર શ્રીએ ધ્યાને ન લેતા આજે સવારે વાંકલ ઝંખવાવ રોડ રોકી આંદોલન કરવાની ફરજ પડી હતી  તેથી  કોંગ્રેસના કાર્યકર ૬ બહેનો અને ૨૦ ભાઈઓને ડીટેન કરવામાં આવ્યા છે. સરકાર આ બાબતે ધ્યાન ન આપતા ઉગ્ર આંન્દોલનની ચીમકી.

Exit mobile version