Site icon Gramin Today

મૌઝા પ્રાથમિક શાળાના ૭૫માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  24X7 વેબ પોર્ટલ

મૌઝા પ્રાથમિક શાળાના ૭૫ માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ;

શાળામાં અભ્યાસ કરીને ઉચ્ચ કારકિર્દી બનાવનાર પૂર્વ વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ. 
પ્રાથમિક શાળા મૌઝામાં શાળા સ્થાપના દિનની ઉત્સાહભેર અને ભવ્ય રીતે  ઉજવણી કરવામાં આવી હતી.
નેત્રંગ તાલુકાના મૌઝા ગામમાં આવેલી પ્રાથમિક શાળાની સ્થાપના ૦૭- ૧૨ -૧૯૪૭ ના રોજ કરવામાં આવી હતી. જેના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે આજે તારીખ ૧૩ -૧૨-૨૦૨૨ ના રોજ શાળાની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ શિક્ષકશ્રીઓ તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ લોકો સમક્ષ  વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

આજના આ કાર્યક્રમમાં ગામના વડીલશ્રીઓ, બી.આર.સી. નેત્રંગ તેમજ બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં  શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા ગામના યુવાનો અને વડીલોએ આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો.

પત્રકાર : સર્જનકુમાર વસાવા, નર્મદા 

Exit mobile version