Site icon Gramin Today

મહાલ એકલવ્ય શાળામા પ્રાયોજના વહિવટદાર કે.જે.ભગોરાએ મુલાકાત કરી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

મહાલ એકલવ્ય શાળામા પ્રાયોજના વહિવટદાર શ્રી કે.જે.ભગોરાએ મુલાકાત કરી ;

એકલવ્ય શાળામા પુરના કારણે થયેલ નુકસાનની નિરીક્ષણ કર્યું ;

ડાંગ, આહવા: ગત સપ્તાહમા ડાંગ જિલ્લામા ભારે વરસાદને પગલે મહાલ ખાતેની ‘એકલવ્ય રેસિડેન્સિયલ મોડેલ સ્કુલ’ના કેમ્પસ અને બિલ્ડીંગમા, પૂરગ્રસ્ત પરિસ્થિતિના કારણે વરસાદી પાણી સાથે કૂડો, કચરો, કાદવ, કિચડ ભરાઈ જવા પામ્યા હતા જે શાળાની પ્રાયોજના વહિવટદાર શ્રી કે.જે.ભગોરાએ મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ગત સપ્તાહે ભારે વરસાદના કારણે રાજય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત ‘એકલવ્ય રેસિડેન્સીયલ મોડેલ’ શાળા વરસાદને લઈને અસરગ્રસ્ત થઇ હતી. શાળાના ગ્રાઉન્ડ ફ્લોરમા પાણી ભરાઈ ગયા હતા. જેમા અનાજ, પુસ્તકો અને જરૂરી ચીજવસ્તુઓનુ મોટા પાયે નુકસાન થયુ હતુ. તેમજ શાળાના કેમ્પસની દીવાલ પણ ધરાશાયી થઈ હતી. પૂરગ્રસ્ત પરિસ્થિતિના કારણે થયેલ નુકસાનીનો તાગ મેળવવા તથા શાળામા જરૂરી સુધારો વધારો કરવા માટે પ્રાયોજના વહિવટદાર શ્રી કે.જે.ભગોરાએ શાળાની જાત મુલાકાત કરી હતી.

ઉલ્લેખનિય છે કે, મહાલની એકલવ્ય સ્કુલ ખાતે 274 જેટલા છાત્રો નિવાસની સુવિધા સાથે અભ્યાસ કરી રહ્યા છે. જે તમામ છાત્રોને તેમના વાલીઓ પોતાના ઘરે લઈ ગયા છે.

મુલાકાત પ્રસંગે શ્રી કે.જે.ભગોરાએ જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લામા પડેલા ભારે વરસાદના કારણે જનજીવનને ભારે નુકસાન થયુ છે. તેની સાથે જ ડાંગ જિલ્લાના સુબિર તાલુકામા મહાલ ખાતે આવેલ ‘ એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ મા તા 11 જુલાઈના રોજ પૂર્ણાં નદીનો પ્રવાહ શાળામા ઘસી આવ્યો હતો. શાળામા પાણી ભરાઈ ગયુ હતુ. જેના કારણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેતા બાળકોના કપડા તેમજ ગાદલા પલળી ગયા હતા. બાળકો માટેની ભોજન સામગ્રી સંપૂર્ણપણે નાશ પામી હતી. જે બાદ તા 12 ના રોજ સ્થાનિક વહીવટી તંત્ર અને પધધિકારીઓની મદદ લઇ શાળાની સાફસફાઈ કરવામા આવી હતી.

સ્થાનિક આગેવાન રાજુભાઇ ગામીત તેમજ ધારાસભ્ય વિજયભાઈ પટેલે પાણીના ટેન્કર, જનરેટર મોકલાવી શાળાનુ સફાઈકામ કર્યું હતુ. શાળા સફાઈ બાદ 13 તારીખે ફરીવાર ભારે વરસાદના શાળામા 7 થી 8 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. તેમજ શાળાની 70% દીવાલ તૂટી જવા પામી હતી. પુસ્તક, શાળાના રેકર્ડ, ગાદલા, અનાજ, ઇલેક્ટ્રિક તમામ નાશ થયો હતો. જે બાદ ફરીવાર કામગીરી શરૂ કરવામા આવી હતી. સ્થાનિક આગેવાન શ્રી રાજુભાઇ ગામીતે જનરેટર આપી વ્યવસ્થા પુરી પાડી હતી. જો શાળાની તમામ કામગીરી સારી રીતે પૂર્ણ થઈ જાય, તો આવતા અઠવાડિયાથી શાળાની કામગીરી શરૂ કરવામા આવશે તેમ શ્રી ભગોરાએ જણાવ્યુ હતુ.

હાલમા શાળાના પટાંગણ તથા બિલ્ડીંગમા ભરાયેલા કૂડા, કચરા, કાદવ, કિચડને સાફ સફાઈની કામગીરી કરવામા આવી રહી છે. શ્રી ભગોરાએ શાળાની પરિસ્થિતિનો તાગ મેળવી, તાત્કાલિક ધોરણે બધી વ્યવસ્થાઓ સ્થાયી થાય તે માટે સૂચના અને માર્ગદર્શન આપ્યુ હતુ.

Exit mobile version