Site icon Gramin Today

ટોકરવા ગામનાં સંભધિત સૂચિત પરિયોજના કેટેગરી બી-1 ની લોક સુનાવણી યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી 24×7 વેબ પોર્ટલ 

આજરોજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આયોજીત મેમર્સ સોલારિસ વુડ પ્રોડક્ટસ (ઇન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ, ટોકરવા ગામનાં સંભધિત સૂચિત પરિયોજના  ફોર્મોલ્ડીહાઈટ રેજીન ના ઉત્પાદન કેટેગરી બી-1 ની લોક સુનાવણી યોજાઈ:

તાપી જીલ્લાના ટોકરવા ગામ લોકોના ભારે વિરોધ વચ્ચે કાર્યક્રમ ના અધ્યક્ષ અને સભ્ય સચિવ દ્વારા આજની લોક સુનાવણી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. આ સંભવિત પ્રોજેક્ટ દ્વારા ત્રણ જેટલા તાલુકાના જેમકે વાલોડ, વ્યારા, બારડોલી જેવા તાલુકાના ૪૯ જેટલાં ગામો પ્રભાવિત થશે…

સંભવિત ચાલુ થનાર પ્રોજેક્ટ  ફીનોલ ફોર્મોલ્ડીહાઈટ રેજીન ના ઉત્પાદન દ્વારા હવા,પર્યાવરણ અને જીવ સૃષ્ટિ, પ્રકૃતિ ને નુકશાન અને ભૂગર્ભ પાણી પ્રદુષણ થવાનું હોય લોક સુનાવણીમાં ભેગા થયેલાં અનેક ગામોનાં સરપંચ અને સ્થાનિકો દ્વારા ભારે વિરોધ નોંધાવ્યો હતો.

સ્થાનિકો દ્વારા રજુઆતો કરવામાં આવી કે અમારા ગામમાં દુષિત પાણી પીવાથી પશુ ધન ગુમાવવાનો વારો આવ્યો છે, અને આંબાની કલમો પણ સુકાઈ જવા પામી છે, આથી આવા પ્રદૂષણ ઓકતા પ્રોજેક્ટ રદ કરવા લોકોએ માંગ કરી હતી, 

આજની લોક સુનાવણી માં હાજર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના અધિકારીને તીતવા ગામનાં પ્રોજેક્ટ બાબતે થયેલી ફરિયાદોના નિરાકરણ બાબતે લોકોએ સવાલ પૂછયા હતા, 

વધુમાં  મેમર્સ. સોલારિસ વુડ પ્રોડક્ટસ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની  આજની લોક સુનાવણીમાં કંપની બાબતે અનેક સવાલો ઉપસ્થિત અધિકારીઓને પૂછવામાં આવ્યા હતા. પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળ્યોના હોવાથી લોકોએ આખરે ચાલતી પકડી હતી…

અંતે  આજની ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આયોજીત મેમર્સ સોલારિસ વુડ પ્રોડક્ટસ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની સૂચિત પરિયોજના ફોર્મોલ્ડીહાઈટ રેજીન ના ઉત્પાદન કેટેગરી બી-1 ની લોક સુનાવણી આખરે લોકોનાં ભારે વિરોધ વચ્ચે આજની લોક સુનાવણીના અધ્યક્ષ અને સચિવ દ્વારા સુનાવણી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. અંતે અધિકારીઓ દ્વારા આવેલ લોકોને ખાતરી આપવામાં આવી હતી કે આપની રજૂઆત હમો અમારા ઉપલા અધિકારીઓને મોકલી આપીશું તેઓ અંતે નિર્ણય લેશે હમો કોઈપણ   પ્રોજેક્ટ રદ કરવાનો કે મુલતવી રાખવાનો નિર્ણય લઇ શકતા નથી. 

Exit mobile version