Site icon Gramin Today

નર્મદા જિલ્લાનું ગૌરવ: મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં મંડાળાની આદિવાસી દીકરી ઝળકી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લાનું ગૌરવ: મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં મંડાળાની આદિવાસી દીકરી શિક્ષણ ક્ષેત્રે ઝળકી;

માનનીય રાજ્યપાલશ્રી તથા શિક્ષણ મંત્રીશ્રીના હસ્તે ગોલ્ડ મેડલ આપી દિકરીને સન્માનિત કરાઇ;

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં દેડીયાપાડા તાલુકાના મંડાળા ગામની આદિવાસી દીકરી વસાવા અંજનાબેન MSW માં ઉત્કૃષ્ટ દેખાવ બદલ સન્માનિત કરાયા, 

તાજેતરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની એમ.એસ.ડબલ્યું સેમ -4 ની પરીક્ષામાં નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના મોટામંડાળા ગામની વસાવા અંજનાબેન સિયોનભાઈ એ ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર યુનિવર્સિટી ખાતે પ્રથમ નંબર પ્રાપ્ત કરી માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર પ્રાપ્ત કરી મંડાળા ગામ તથા સમગ્ર આદિવાસી સમાજનું નામ રોશન કરેલ છે.

Exit mobile version