શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, આહવા સુશીલ પવાર
ડાંગ જિલ્લાનું આકર્ષણ અને આદિવાસીઓની આગવી ઓળખ ધરાવતી ડાંગી થાળી નાગલીની રોટલી તેમજ અડદનું ભુજીયું તૈયાર ભોજન અને નાગલી બનાવટ એવી પાપડી ઉડદનું ભુજીયુ તેમજ મીઠાઈમાં નાન ખટાઈ જેવી અવનવી વાનગીઓ અહી એકજ જગ્યાએ મળી રહેશે:
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ સર્કલે આહવા જતાં માર્ગ તરફ વઘઇ વન વિભાગ સહાચિત નાહરી કેન્દ્રનું શુભારંભ દક્ષિણ ડાંગ ડી.એફ.ઓ. શ્રી દિનેશભાઇ રબારીના હસ્તે કરવામાં આવ્યું હતું અને શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું ડાંગ જિલ્લાની આગવી ઓળખ ધરાવતી પોષ્ટીક ડાંગી થાળી જેમાં નાગલીનાં રોટલાં અડદનું ભુજીયું ની લિજ્જત માણવા આવનાર દરેક આ પોષ્ટીક આહારનું લાભ મળશે, આ નાહરી મહિલાઓ દ્વારા સંચાલિત થતાં જિલ્લાની મહિલાઓને રોજગાર મળતાં મહિલાઓ પણ પગભર થાય તેમજ ડાંગ જિલ્લામાં આવેલ કૃષિ એગ્રીકલ્સર તેમજ પીલીટેક્નિકમાં બહાર ગામના તેમજ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિધાર્થીઓ જમવાની તકલીફ દૂર થાય એવા શુભ આશયથી આ સેવાનું શુભારંભ કરાયુ છે.
એવા સારા લોકેશન અને સુંદર સ્વચ્છ નાહરી કેન્દ્ર સેવાને ખુલ્લી મુકાતા ડાંગનાં માજી ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ ડી.એફ.ઓ.રબારી સાહેબનું અભિવાદન કરી ડાંગ જિલ્લામાં એવી અનેક પ્રકારની લોકપયોગી પ્રસંનિય કામગીરીને બિરદાવી હતી
આ પ્રસંગે વઘઇ આર.એફ.ઓ. શ્રી ડી.કે.રબારી સાહેબ તેમજ વન વિભાગના કર્મચારીઓ તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા નાહરી કેન્દ્રના પ્રાંટાગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ નાહરી કેન્દ્રના શુભારંભ પ્રસંગે આમંત્રીત તાલુકા પ્રમુખ સંકેત બંગાળ. વઘઇ સરપંચ મોહન ભોંય, માજી સરપંચ ધર્મેશ પટેલ, રમેશ ભોય, વ્યાપારી અગ્રણી અજયભાઈ સુરતી ,બીપીનભાઈ, રોહિતભાઈ સહિતના આગેવાનો માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો.