Site icon Gramin Today

તાપી જીલ્લાના “તિરંગા જ્ઞાન ક્વિઝ”ના વિજેતા ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને ઇનામની રકમ  અને પ્રમાણપત્ર એનાયત :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઇ હતી. જેમાં રીનોવેટ કરેલ જિલ્લા પંચાયતના સભાખંડનું અધ્યક્ષશ્રીના હસ્તે ઉદધાટન કરવામાં આવ્યુ હતું. વધુમાં બેઠક દરમિયાન આઝાદી ના અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત તા.13થી 15 ઓગસ્ટ દરમિયાન “તિરંગા જ્ઞાન ક્વિઝ”ના વિજેતા  ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને ઇનામ ની રકમ  અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા, 

પ્રથમ ક્રમે આદર્શ પ્રાથમિક શાળા, ઉખલદા, સોનગઢના વિદ્યાર્થી નૈતિક નિતિનભાઇ ગામીતને રૂપિયા 5 હજાર, અને પ્રમાણપત્ર કરાયા એનાયત: 

વ્યારા તાલુકાના ખુંટાડિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની જીયાકુમારી રવિન્દ્રભાઇ ગામીત રેહ. મેઘપુર ને બીજા ક્રમે આવતાં ઇનામ પેઠે રૂપિયા 3 હજાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ: 

આ સાથે આજની સામાન્ય સભાની બેઠક તા.13થી 15 ઓગસ્ટ દરમિયાન “તિરંગા જ્ઞાન ક્વિઝ”ના વિજેતા  ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને ઇનામ ની રકમ  અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં,  આ સાથે ગત તા.13થી 15 ઓગસ્ટ દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં “તિરંગા જ્ઞાન ક્વિઝ”ના વિજેતાઓ જેમાં પ્રથમ ક્રમે આદર્શ પ્રાથમિક શાળા, ઉખલદા, સોનગઢના વિદ્યાર્થી નૈતિક નિતિનભાઇ ગામીતને રૂપિયા 5 હજાર, બીજા ક્રમે વ્યારા તાલુકાના ખુંટાડિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની જીયાકુમારી રવિન્દ્રભાઇ ગામીતને રૂપિયા 3 હજાર અને ત્રીજા ક્રમે નિઝર તાલુકા શાળાની વિદ્યાર્થિની નંદિની પ્રવિણભાઇ પાડવીને રૂપિયા 2 હજારનો ચેક તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. 

તમામ વિદ્યાર્થીમિત્રો ને તંત્ર દ્વારા ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી, 

આ બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા,  ઉપપ્રમુખ અર્જુનભાઇ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.એચ.રાઠવા, કારોબારી અધ્યક્ષ મોહનભાઇ કોંકણી સહિત વિવિધ સમિતીના અધ્યક્ષ તથા સભ્યશ્રીઓ અને અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version