Site icon Gramin Today

ડેડીયાપાડાનાં ધારાસભ્યશ્રીનાં અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ડેડીયાપાડાનાં ધારાસભ્યશ્રીનાં અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો; 

દેડીયાપાડા તાલુકાના આંજણવઇ, કુંડીઆંબા, જરગામ ગામોમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ના કાર્યક્રમ માં દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તાર ના ધારાસભ્ય મહેશભાઇ વસાવા, લાયઝન અધિકારી તેજસભાઇ, BTP દેડીયાપાડા પ્રમુખ દેવેન્દ્રભાઇ, ઉપ પ્રમુખ જગદીશભાઇ, માજી તા.પં. પ્રમુખ માધવભાઇ, શાળાના શિક્ષકો અને તેમનો સ્ટાફ તથા સામાજિક આગેવાનો હાજર રહી આંગણવાડી જતા બાળકો તથા ધોરણ-૧ માં પ્રવેશતા બાળકોને બેગ, પુસ્તકો આપી મીઠાઈ વહેચી અને કન્યા કેળવણી તથા શાળા પ્રવેશનો કાર્યક્રમ ની ઉજવણી કરવામા આવી હતી.

વધુમાં શાળામાં લેવાતી પરીક્ષાઓમાં પ્રથમ ઇનામ મેળવનારા વિદ્યાર્થીઓને તથા શાળામાં ૧૦૦% હાજરી આપનાર વિધ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ વિતરણ કરી અને સ્ટાફ તથા વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કરી ધારાસભ્ય મહેશભાઇ વસાવા એ શિક્ષણ નું મહત્વ સમજાવી વાલીઓને પણ પોતાના બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવા જણાવ્યું હતુ. 

Exit mobile version