Site icon Gramin Today

ડેડિયાપાડા ખાતે જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીની હાજરીમાં વધ ઘટ કેમ્પનું આયોજન કરાયુ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

 – ડેડિયાપાડાના 25 પ્રાથમિક શિક્ષકો વધમાં જતાં અન્યત્ર બદલી અપાઈ:

ડેડિયાપાડા તાલુકાનો પ્રાથમિક શિક્ષકો નો વધ ઘટ કેમ્પ તા 31.ઓગસ્ટ 2020ની માન્ય સ્થિતીએ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી શ્રી જયેશભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને ડેડિયાપાડા ખાતે યોજાયો હતો. જેમાં ડેડીયાપાડાના કુલ 25 શિક્ષકો વધમાં હતા. જેની સામે શાળામાં 60 શિક્ષકોની ઘટ આવી હતી.

આ વધ ઘટ બદલી કેમ્પમાં નાયબ જિલ્લા પ્રા.શિક્ષક શ્રી.શાહ સાહેબ તથા નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ શ્રી.સુરેશભાઈ ભગત, તથા મહામંત્રીશ્રી. ફતેસિંગ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. વધુ શિક્ષક ને આ વધ ઘટ કેમ્પમાં  સીનયોરિટી ધોરણે શાળા પસંદ કરાવવામાં આવી હતી. 

 સમગ્ર કેમ્પ ના સફળ સંચાલન માટે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચાલેશ ભાઈ રજવાડીએ આભાર માન્યો હતો.

Exit mobile version