Site icon Gramin Today

ગાંધી વિદ્યાપીઠ વેડછીની બી.એડ્ કોલેજમાં દેશના ક્રાંતિકારીઓ ઉપર નિબંધ સ્પર્ધા યોજાઇ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

વાલોડ તાલુકાનાં ગાંધી વિદ્યાપીઠ વેડછીની બી.એડ્ કોલેજમાં દેશના ક્રાંતિકારીઓ  ઉપર નિબંધ સ્પર્ધા યોજાઇ; 

વ્યારા-તાપી: દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં ૭૫ અઠવાડિયા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તાપી જિલ્લાના ગાંધી વિદ્યાપીઠ વેડછીની બી.એડ્ કોલેજમાં દેશના ક્રાંતિકારી વ્યક્તિઓ ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમક્રમે ભગતસિંહ ઉપર લખનાર નક્ષી ટંડેલ, બીજાક્રમે ચંદ્રશેખર આઝાદ ઉપર નિબંધ લખનાર ચૌધરી સોનલ, તથા ત્રીજાક્રમે સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર નિબંધ લખનાર ચૌધરી જિગર વિજેતા રહ્યા છે.

Exit mobile version