શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ધોરણ-૬ માં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ દેડીયાપાડાની ગર્લ્સ લીટરસી રેસીડેન્સીયલ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં પ્રવેશ મેળવી શકશે
તા.૯ મી જુલાઇ સુધીમાં અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે;
રાજપીપલા :- આદિજાતી વિકાસ વિભાગ, ગાંધીનગર અને ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલીત અને નર્મદા જિલ્લાની પ્રાયોજના વહીવટદારશ્રીના તાબા હેઠળ કાર્યરત દેડીયાપાડાની ગર્લ્સ લીટરસી રેસીડેન્સીયલ સ્કૂલ, સરકારી રેસ્ટ હાઉસ સામે અને મોડેલ સ્કૂલ, સરકારી રેસ્ટ હાઉસ સામે આવેલ સ્કૂલમાં ધો. ૬ માં પ્રવેશ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ તા.૩૦/૦૬/૨૦૨૧ થી તા. ૦૮/૦૭/૨૦૨૧ સુધીમાં ફોર્મ મેળવી લેવાના રહેશે અને તા.૦૯/૦૭/૨૦૨૧ સુધીમાં વિદ્યાર્થીઓએ ફોર્મ પરત કરવાનું રહેશે તેમજ ફોર્મ મેળવવા અને જમા કરાવવા માટેનો સમય સવારે ૮:૦૦ થી બપોરે ૧૨:૦૦ કલાક સુધીનો રહેશે. કોરોના મહામારી હોવાથી તમામ વાલીશ્રીએ અવશ્ય માસ્ક પહેરીને શાળાએ આવવાનું રહેશે તથા સામાજિક અંતર રાખવાનું રહેશે.

