શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમારકાષ્ઠને ચંદન કરે,
ઉરને નંદન કરે, તેવા શિક્ષકને કોણ ન વંદન કરે ?
પ્રાથમિક શાળા ખોખરાઉંમર માં 22 વર્ષથી ફરજ બજાવતા શિક્ષક દંપતી વિનોદભાઈ ગામીત અને દમયંતીબેન ગામીત ની તેમના વતન જિલ્લા તાપીમાં બદલી થતાં વિદાય સમારંભ નો કાર્યકમ યોજાયો હતો. 22 વર્ષથી ગામની શાળામાં ફરજ બજાવી શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી હાલ બદલી થવાથી પોતાના વતન જતી વખતે ગામના લોકો અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગમગીન બન્યા હતા. તેમના વિદાય સંમારંભમાં ગામના સરપંચ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળાના સ્ટાફગણ, ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કર્તવ્યનિષ્ઠ અને સતત કાર્યશીલ એવા શિક્ષકોના જવાથી સૌ ગ્રામજનોએ અશ્રુભીની આંખે તેમને વિદાય આપી. તેમને સ્મૃતિ ચિન્હ તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.