શિક્ષણ-કેરિયર

કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી(KSU) દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે M0U કરાયા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, પ્રતિનિધિ 

મુખ્યસચિવશ્રી પંકજ કુમાર(IAS)ની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત કૌશલ્યા – ધ સ્કીલ યુનિવર્સિટી(KSU) દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે તાલીમ શિક્ષણની વ્યવસ્થાના ભાગરૂપે AWS એકેડેમી સાઉથ એશિયા, એમેઝોન ઈન્ટરનેટ સર્વિસીસ પ્રાઇવેટ લીમીટેડ(AISPL) સાથે કલાઉડ ટેકનોલોજીના વિષય પર સૈધાંતિક કરાર(MoU) કરવામાં આવ્યા હતા.

 મુખ્યસચિવશ્રીએ જણાવ્યું કે, IT ક્ષેત્રમાં નવા કુશળ માનવબળને તૈયાર કરવામાં આ સહયોગ ખુબજ ઉપયોગી નીવડશે. મુખ્યમંત્રીશ્રીના ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસના અભિગમને વેગ મળશે. કૌશલ્યા યુનિવર્સિટી દ્વારા આશરે ૨૫૦૦૦થી વધુ યુવાનોને આ કોર્સીસનો લાભ આપવામાં આવશે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્રસચિવ અને યુનિવર્સીટીના મહાનિયામકશ્રી શ્રીમતિ અંજુ શર્મા(IAS)એ કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા શરુ કરવામાં આવનાર કોર્સીસ વિષે પ્રાથમિક જાણકારી આપતા જણાવ્યું કે, આ MoU થકી રાજ્યના યુવાનોને કલાઉડ કોમ્પ્યુટીંગ ઉપરાંત મશીન લર્નિંગ, ડેટા એનાલીટીક્સ, કલાઉડ આર્કીકટીંગ જેવા ઉભરી રહેલા ક્ષેત્રોની યુવાનોને તાલીમ ઉપલબ્ધ બનશે. આ કોર્સીસની ક્રેડીટ પણ તેઓની કારકિર્દી વિકાસ માટે ટ્રાન્સફર થઈ શકે તે માટે ITI તથા અન્ય વિધાર્થીઓને આ લાભ મળી શકશે. આ તબ્બકે કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા શરુ કરવામાં આવેલ BCA(Cloud Computing) વિષે પણ જાણકારી આપી હતી.

આ પ્રસંગે એમેઝોન વતી પ્રેસીડેન્ટ, દક્ષિણ એશિયા શ્રી રાહુલ શર્માએ દ્કલાઉડ કોમ્પ્યુટોંગ, મશીન લર્નિંગ, ડેટા એનાલીટીક્સ જેવા ક્ષેત્રોમાં કુશળ માનવબળ તૈયાર કરવા સંપૂર્ણ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है