Site icon Gramin Today

કોરોના સંક્રમણથી બચવાં બાઈબલ અને વિજ્ઞાનનો દાવો!

ઈસ્ટર સંડેનાં દિવસે ઈસુએ આપ્યો હતો મરિયમ માગ્દાલેણને   સોશિયલ ડીસ્ટનન્સનો સંદેશો;

ધર્મ અને વિજ્ઞાન લોકોનાં માટે અતિ મહત્વનાં વિષયો છે, ઘણી વખતે તજજ્ઞો કહે છે કે ધર્મ થી બિલકુલ વિપરીત છે વિજ્ઞાન: પરંતુ વિજ્ઞાનનાં દરેક સવાલોનો જવાબ પવિત્ર  પુસ્તક   બાઈબલમાં મળી રહે છે, એવું કહેવું આજે મારા માટે બિલકુલ પણ અતિરેક નથીઃ  જીવનને લાગતાં સવાલો કે પછી મૃત્યુ પછીનાં સવાલોનાં જવાબ  બાઈબલમાં જોવાં મળે છે,

યોહાનનામનાં લેખકે ઇસુનાં જીવન વૃતાંત લખવાનું કામ હાથમાં લીધું તેમણે જન્મ પહેલાંની ઇસુનાં સબંધમાં ભવિષ્યવાણી અને જન્મ, સેવાકાર્ય,બલિદાન, ઈસુનું મુત્યુ પછી સજીવન થવું, ૪૦ દિવસ પૃથ્વી પર રહીને ૫૦૦થી વધારે લોકોને મળવું, અને આખરે ગલીલના લોકો સામે સ્વર્ગમાં ઉચકાય જવું, પાછા પૃથ્વી પર આવવાનો વાયદો આપવું,  સૃષ્ટીના કર્તા અને ઇસુનાં સબંધમાં ઘણું સત્ય લોકોને જણાવવાનું મુનાસિફ સમજ્યું અને લખી યોહાનની સુવાર્તા ૨૦માં અધ્યાયમાં ૧ થી ૧૮ કલમમાં બનેલી ઘટનામાં ઈસુએ માગ્દાલેણની મરિયમ સાથે ટુંકો સંવાદ કર્યો; (માગ્દાલેણ ગામનું નામ છે) મરિયમ માગ્દાલેની કબરમાં ઇસુનાં મૃત  સબ પર સુગંધીઓ લાગવવા માટે ઈસ્ટરની સવારે હજુ મળસ્કું જ હતું ત્યારે મરિયમ માગ્દાલેની સાથે બીજી સ્ત્રીઓ કબર પોહ્ચી કબરમાં અંદર  જઈને જોયું તો શું ઈસુનું મૃત શરીર ત્યાં નથીઃ જ્યાં મુક્યું હતું ફક્ત એક રૂમાલ અને કાપડનો વીટો જ હતો; ત્યાં હાજર જીવિત વ્યક્તિ ચોકીદારો છે એવું સમજીને ઇસુનાં સબને ક્યાં મુક્યું છે? એવો સવાલ મરિયમ માગ્દાલેની કરે છે,     પણ તે વ્યક્તિ મૃત્યુમાંથી સજીવન થયેલાં ઇસુ હતાં બંને વચ્ચેનાં ટુંકાં સંવાદમાં ઈસુએ કહ્યું “મને સ્પર્શ ન કર” આખી દુનિયામાં કોરોના વાયરસ દાવાનળની સમાન ફેલાય રહ્યો છે, કોરોના વાયરસ એક બીજાનાં સંપર્કમાં આવવાથી જ ફેલાય છે, સ્પર્શ કરવાની  એક નાની ભૂલ આપણા માટે ખતરનાક સાબિત થઈ શકે છે, મરિયમ માગ્દાલેણને ઈસુએ  કહ્યું “સ્પર્શ ન કર” આપણી  સરકારે કોરોના મહામારીમાં સામાજિક દુરી (સોશિયલ ડીસ્ટનન્સ) નો હાલમાં ભરપુર પ્રચાર પ્રસાર કર્યો છે, કોરોનાની સામે લડાયમાં એક માત્ર સાધન કારગર છે  “સામાજિક દુરી” (સોશિયલ ડીસ્ટનન્સ) એક બીજાનાં સ્પર્શથી જાતે બચવું; બીજાનો સ્પર્શ નહિ કરવો અને બીજાને સ્પર્શ માટે ઈસુએ મરિયમ માગ્દાલેણને જેમ સામેથી નાં પાડીને આજનાં ઈસ્ટરનાં રવિવારે આપ્યો હતો આજની પરિસ્થિતિમાં કોરોના મહામારીમાં સામાજિક દુરી (સોશિયલ ડીસ્ટનન્સ) નો સંદેશો!  બાઈબલ સાંપ્રત સમયમાં  “લોક ડાઉન” વિષે પણ લોકોને સંદેશ આપે છે કે મારાં દીકરાઓ જ્યાં સુધી બહાર મરણ ફરે છે, પરિસ્થિતિ વિકટ છે, ત્યાં સુધી તું તારી ઓરડીમાં રહે; ત્યાં પેસીને પ્રાર્થના કર; આખરે તારો પ્રભુ તારી પ્રાર્થના સાંભળીને તને તથા તારા દેશને પણ સાજો કરશેઃ  હે ધર્મનાં માનનારાઓ આપની પ્રાર્થના,ધર્મનાં માર્ગે પાછાં ફરવું, દેવનાં મુખને શોધવું આપણા દેશ અને આપણા માટે લોક ડાઉનમાં ફાયદાકારક બની રહશે; આજે સોશિયલ મીડિયામાં મંદિર, મસ્જીદ, ચર્ચ, ગુરુદ્વારાઓ બંધ છે, તેનો મતલબ એવો નથી કે ઈશ્વર જેવું કઈ નથીઃ એવી માનસિકતા ફેવાનારાં લોકો કોઈ ધર્મનાં નહિ પણ માનવતાનાં દુશ્મનો જેવાં છે, હું ધાર્મિક છું સાથે સામાજિક પણ છું, મારા માટે સરકારે બહાર પાડેલ દિશા નિર્દેશ અને કોરોના મહામારીમાં આપેલ ગાઈડલાઈન્સ બાઈબલના વચનો જેટલી પાળવા માટે  કીંમતી છે, એ હું નથી કહેતો પવિત્ર પુસ્તક બાઈબલ કહે છે, તો આ કારોના મહામારીને હરાવવા જેમ ઈસુએ કહ્યું તેમ સામાજિક દુરી (સોશિયલ ડીસ્ટનન્સ) અને સાંપ્રત સમયમાં  “લોક ડાઉન” વિષે ગંભીર બનીએ; ઘરમાં રહીએ તો નક્કી કોરોના હારશે દેશ જીતશે!

 કોરોના સંક્રમણથી બચવાં બાઈબલ અને વિજ્ઞાનનો દાવો પોકળ નથી સાચેજ પાળવા જોગ છે, 

Exit mobile version