Site icon Gramin Today

કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજના વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ માટે કટિબદ્વ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજના વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ માટે કટિબદ્વ;

નવસારી કૃષિ વિશ્વવિધાલય સંલગ્ન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ ડેડીયાપાડાના બી.ટેક, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ માંથી પાસ થનાર વિદ્યાર્થીઓને નોકરી આપવા અર્થે ગત વર્ષ ૨૦૨૧-૨૨ની તા.૩૦/૦૩/૨૦૨૨ના રોજ કેપ્ટન ટ્રેક્ટર પ્રાઈવેટ લિમીટેડ, રાજકોટ દ્વારા ઈન્ટરવ્યું યોજવામાં આવેલ હતું. જેમાં કેપ્ટન ટ્રેક્ટર પ્રાઈવેટ લિમીટેડના HR Manager ચંદ્રકાંત વાગડ અને ઈજ. દર્શન ચોટાની (Field Executive) દ્વારા આંઠમા સેમેસ્ટરનાં બે વિદ્યાર્થીઓની (૧.ઘોડાસરા અવધ હસમુખભાઈ અને ૨. પટેલ ચૈતન્ય નૈલેશભાઈ) નોકરી આપવા માટે પસંદગી પામેલા છે. ઉપરોકત ઉપલબ્ધી નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજનાં આચાર્ય અને ડીન ડૉ.એસ.એચ.સેંગર અને પોલીટેકનીક કૃષિ ઈજનેરીનાં આચાર્ય ડૉ.અરુણ લક્કડના નેતૃત્વ હેઠળ તથા ડૉ.હિતેશ સંચાવત પ્લેસમેન્ટ ઓફિસરનાં સતત અને સુયોગ્ય માર્ગદર્શન અને પ્રાધ્યાપક ગણના અથાગ મહેનત અને દિશા સુચનથી અત્રેની કોલેજનાં વિદ્યાર્થીઓને સતત સારુ પ્રદર્શન કરીને આંઠમાં સેમેસ્ટરમાં નોકરી મેળવીને કોલેજનું નામ પણ રોશન કરેલ છે.

Exit mobile version