Site icon Gramin Today

કુકરમુંડા ખાતે યુવાઓ માટે કેરિયર માર્ગદર્શન અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

કુકરમુંડા ખાતે યુવાઓ માટે કેરિયર માર્ગદર્શન અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો: 

 આશરે 350 થી વધુ વિદ્યાર્થીઓએ સેમીનાર નો લાભ લીધો: 

તાપી જિલ્લાના છેવાડાનાં કુકરમુંડા તાલુકાના ચોખીઆમલી ગામની પ્રાથમિક શાળા ખાતે નોલેજ આઈ પબ્લીકેશન , ગાંધીનગર દ્વારા આયોજિત ઇશ્વરભાઈ પાડવીનાં માર્ગદર્શન હેઠળ સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી.

સન્માન સમારોહ અને કેરિયર માર્ગદર્શન સેમિનાર યોજવા માટે બેઠક આયોજન કરવામાં આવી હતી તાપી જિલ્લાના છેવાડે આવેલ તાલુકા કુકરમુંડા અને નિઝરનાં વિદ્યાર્થીઓને UPSC, GPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું સાચું માર્ગદર્શન વિદ્યાર્થીઓને મળી રહે અને યોગ્ય દિશામાં અભ્યાસ કરીને પોતાનું ભાવિ કેરિયર ઉજ્જવળ બનાવે તે હેતુથી નોલેજ આઈ પબ્લીકેશન, ગાંધીનગર દ્વારા આયોજિત સન્માન સમારોહ અને કેરિયર ગાઈડન્સ સેમિનારના આયોજન માટે કુકરમુંડા અને સાગબારા તાલુકાનાં તમામ સામાજિક આગેવાનો તથા કુકરમુંડા, નિઝર, ઉચ્છલ તાલુકાના આશરે 350 થી વધારે વિદ્યાર્થીઓ એ કાર્યક્ર્મ માં નોંધણી કરાવી હતી. અને અનીલ વસાવા આંતરરાષ્ટ્રીય પર્વતારોહી સર કરનાર અને સીમાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ માં 

આદિવાસી સમાજ ના IAS અધિકારી કિસન વસાવા, સયુંક્ત સચીવ શહેરી વિકાસ વિભાગ ના રતિલાલ વસાવા અને ટ્રાઈબલ યુનિવર્સિટી ના કુલપતિ શ્રી ડૉ.મધુકર ભાઈ પાડવી કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારી નિઝર પ્રાંત અધિકારશ્રી તથા આયોજક ઇશ્વર પાડવી સરપંચ રવિદાસ પાડવી ની ઉપસ્થિતી માં કાર્યક્રમ કરવામાં હાજરી આપી હતી અને પ્રીતિ ભોજન કરી કાર્યક્રમની પૂર્ણ હુતી કરી હતી.

Exit mobile version