Site icon Gramin Today

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ધો-૮,૯ અને ધો. ૧૦ પાસ ઇચ્છુક ઉમેદવારો તા.૨૦ મી જુલાઇથી વિવિધ વ્યવસાયોમાં પ્રવેશ ફોર્મ ભરી શકશે;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે હાલમાં ઓગસ્ટ-૨૦૨૧ થી પ્રવેશસત્રની કાર્યવાહી તા.૦૩/૦૭/૨૦૨૧ થી શરૂ થયેલ છે.

ઉક્ત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વિવિધ વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માંગતા ઇચ્છુક ઉમેદવારો તા.૨૦/૦૭/૨૦૨૧ થી ફોર્મ ભરી શકશે, જેમાં ઇલેક્ટ્રીશયન, ફિટર, કોપા અને ઇન્સ્ટ્રુમેન્ટ મીકેનીક ટ્રેડ માટે ધો.૧૦ પાસ તેમજ સુઇંગ ટેક્નોલોજી અને વાયરમેન ટ્રેડ માટે ધો.૮,૯ પાસ હોય તેવા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો સાથે દેડીયાપાડાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે રૂબરૂમાં ફોર્મ ભરી જવા તેમ, દેડીયાપાડા તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી તરફ થી જણાવાયું છે.

Exit mobile version