શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત
લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના અનેરા સહયોગથી પદ્મવિભૂષણ શ્રીમાન અનિલભાઈ એમ. નાયક સાહેબના વડપણ અને માર્ગદર્શન હેઠળ ઉચ્ચકોટીની ટેકનીકલ ટ્રેનિંગ સુવિધા ખારેલ ખાતે ઉપલબ્ધ કરાઈ:
અનિલ નાયક ટેકનિકલ ટ્રેનીંગ સેન્ટર – ખારેલ,
લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ,મુંબઈનાં સહયોગ દ્વારા ચાલતું
ધી.ખારેલ એજ્યુકેશન સોસાયટી – સંચાલિત સ્કિલ ડેવલોપમેન્ટ એજ્યુકેશન સંકુલ ખારેલમાં પ્રવેશ મેળવવા અંગે જાહેરાત | રોજગારીની ઉમદા તક:
નીચે જણાવેલ ટેકનીકલ કોર્ષ માટે વિના મૂલ્યે તાલીમ આપવામાં આવે છે. દરેક તાલીમાર્થીઓને રૂપિયા એક હજાર (૧૦૦૦/-) માસિક સ્ટાઈપેન્ડ તદ્ઉપરાંત એપ્રોન, સેફ્ટી શુઝ, વિના મૂલ્યે આપવામાં આવશે.
અનિલ નાયક ટેકનીકલ ટ્રેનિંગ સેન્ટર ખારેલ જી. નવસારી ખાતે આધુનિક ઈજનેરો જેતે નવિનતમ ઉદ્યોગમાં નિષ્ણાંત અને પાવરધા બની પગભર બનવા માટેને અનેરી – નિરાલી યોજના – નવિન આધુનિક યુનિવર્સીટી કક્ષાનું જ્ઞાન ઉધમ કળા નિષ્ણાંત અને અનુભવી અધ્યાપકો દ્વારા ખારેલ ખાતે અધ્યતમ સુવિધાવાળી હોસ્ટેલ માં રહી તથા ઘર આંગણે થી પણ આવ જાવ કરવાની સુવિધા આપવામાં આવી છે.
લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના અનેરા સહયોગથી પદ્મવિભૂષણ શ્રીમાન અનિલભાઈ એમ. નાયક સાહેબના વડપણ માર્ગદર્શન દૂરદેશી ઉચ્ચકોટીની ટેકનીકલ ટ્રેનિંગ સુવિધા ખારેલ ખાતે નજદીકમાં જ ઉપલબ્ધ કરવામાં આવી છે. આવો સંપૂર્ણ લાભ લઈ તક ઝડપો.
શ્રીમાન અનિલભાઈ નાયક સાહેબ એક એક યુવાધનને ઊંડાણના ગરીબ ગામો વિસ્તારમાંથી શોધી શોધીને ઘરેલુ ભાષામાં શિક્ષણ વિનામૂલ્યે આપવા આગ્રહ રાખે છે. યુવાઓ રોજગાર લક્ષી તાલીમ મેળવી પગભર બને એ માટે સતત ચિંતાશીલ અને કાર્યશીલ છે. યુવાધનને પ્રાથમિકતા આપી આધુનિક કોશલ્ય વર્ધન નવા નવા કોર્ષ ચાલુ કર્યા છે. અભ્યાસ બાદ તુરન્ત જે તે કોર્ષને લાગુ નોકરી પણ ખાત્રીથી મળવાનો પાકો વિશ્વાસ આપવામાં આવે છે. અને જોબ પ્લેસમેન્ટ માટે સંસ્થા સતત પ્રયત્નશીલ અને કાર્યરત છે.
શંકા છોડો આત્મવિશ્વાસ રાખો પોતાનુ ભવિષ્ય ઉજ્જવળ બનાવી સ્વમાનથી સમાજમાં સ્થાન મેળવો. પોતાની કૌટુંબિક જવાબદારી પ્રેમ અને ગૌરવથી નિભાવો.
નોંધઃ- નામ નોંધણી એડમીશન માટે આપના ગામની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શિક્ષકગણનો આજે જ સંપર્ક કરો. ઈલેક્ટ્રીશીયન, ઓટો મીકેનિક, વેલ્ડર, ફિટર, સોલર પેનલ ટેકનીશ્યન જેવાં અન્ય કોર્ષ ખુબ જ અધતન સાધનો તેમજ અનુભવી ટ્રેનરો દ્વારા તાલીમ.
વહેલો તે પહેલો ધોરણે પ્રવેશ. (દરેક ટ્રેડમાં ફક્ત ૩૫ તાલીમાર્થીઓ) સવારે ૮-૦૦ થી ૩-૦૦ દરમ્યાન પ્રવેશની કામગીરી ચાલુ રહેશે.
અનિલ નાયક ટેકનિકલ ટ્રેનીંગ સેન્ટર, મણિનગર, ગણદેવા – ખારેલ, જિ. નવસારી, ફોન નં. ઓફિસ (૦૨૬૩૪) ૨૪૬૧૦૯ મો.: ૯૮૨૫૫ ૫૩૪૫૮ /૬૩૫૯૨ ૭૮૬૫૬/૬૩૫૯૨ ૭૮૬૫૭
નીચે મુજબનાં આધાર પુરાવા સાથે સંપર્ક કરવું: પાસપોર્ટ સાઈઝના ૪ નંગ ફોટો માર્કશીટ (પાસ/નાપાસ) એલ.સી. (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) આધાર કાર્ડ, રેશન કાર્ડ, લાઈટબીલ જેવાં દસ્તાવેજ.
પ્રકાશ નાયક, ડાયરેકટર રિ.સિ.આ.ગા.વિ.મં ચોંઢા વા. ચેરમેન નવચેતન માનવ વિકાસ મંદિર ચોંઢા,
આવો ટેકનીકલ સેન્ટરની મુલાકાત લઈ સાચી માહિતિ મેળવી નામ નોંધણી કરાવી એડમીશન મેળવો અને જીંદગીનું પરીવર્તન કરવાની તક ઝડપો..
આવો ટેકનીકલ સેન્ટરની મુલાકાત લઈ સાચી માહિતિ મેળવી નામ નોંધણી કરાવી એડમીશન મેળવો અને જીંદગીનું પરિવર્તન કરવાની તક ઝડપો…
આપ સૌ વ્હાલસોયા યુવાન છોકરા છોકરીઓની ઉજ્જવળ કારકિર્દી માટે શુભ કામના…. આપનો હિતેચ્છુ.. કુટુંબીજન.. સેવક