વિશેષ મુલાકાત

સાંસદ ડો. કે.સી.પટેલે નવા સંચાર ટાવરો માટેની વાંસદા સર્કિટ ખાતે જાહેરાત કરી :

 શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

વાંસદા -ડાંગ અને વલસાડના સાંસદ ડો.કે.સી.પટેલે નવા સંચાર ટાવરો માટેની વાંસદા સર્કિટ ખાતે જાહેરાત કરી.

વાંસદા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોની મિટિંગ સર્કિટ હોઉસ ખાતે જાહેરાત કરી.

વાંસદા ખાતે મળેલ પ્રેસ કોંફરન્સમાં વલસાડ -ડાંગ લોકસભામાં નવા ટાવર બનાવવા અને 2G ટાવરોને ૩Gમાં કન્વર્ટ કરવા માટેની જાહેરાત કરી હતી. આદિવાસી વિસ્તારમાં ફોનમાં નેટવર્ક ન આવતા હોવાથી ઘણા લાંબા સમયથી ટાવરની માંગણી કરવામાં આવી રહી હતી. જેના પગલે ડાંગ વલસાડ વાંસદાના સાંસદ ડો. કે.સી.પટેલ જાહેરાત કરતા કહ્યું હતું કે, મારા વલસાડ ડાંગ મતવિસ્તારમાં જે સમગ્ર આદિવાસી મતવિસ્તાર છે તેમાં ડુંગર વિસ્તાર હોવાથી જે નેટવર્ક નહોતું પકડતું, જેના માટે ૧૯૨ ટોટલ ટાવર એમ ૩૫ નવા ટાવર અને ૧૫૭ ટાવરો ૨G માંથી ૩G કન્વર્ટ કરાશે અને એક બીજી કંપનીનો ટાવર કન્વર્ટ કરવાની મંજૂરી આપી છે. અશ્વિની વૈષ્ણવ સાહેબએ જાતે બોલાવીને આ લિસ્ટ આપ્યું. સમગ્ર વાંસદા અને વલસાડ ડાંગના આદિવાસીઓ નરેન્દ્રભાઈ મોદી અને વૈષ્ણવ સાહેબના ઋણી છીએ. એમ વાંસદા માટે 2 નવા ટાવર અને 3 2G માંથી ૩G કન્વર્ટ અને એક અધર કંપનીના ટાવરને ૨G માંથી 3G કરવાની મંજૂરી મળેલ છે. જેમાં મોળાઆંબામાં ગામ લોકોની માંગણીને લઈ અધર કંપનીના ટાવરને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ડાંગ વલસાડ વાંસદાના સાંસદ ડો. કે.સી.પટેલ, તાલુકા સંગઠન મહામંત્રી રાકેશ શર્મા, મહામંત્રી સંજય બિરારી, વાંસદા તાલુકા સંગઠન પ્રમુખ મુકેશભાઈ પટેલ, એડવોકેટ પ્રદ્યુમનસિંહ સોલંકી, લીરીલભાઈ, યશપાલસિંહ સોલંકી તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. 

ર્ડો. કે. સી. પટેલ સાંસદે જણાવ્યું હતું કે મારા વલસાડ ડાંગ મતવિસ્તારમાં જે સમગ્ર આદિવાસી મતવિસ્તાર છે તેમાં ડુંગર વિસ્તાર હોવાથી જે નેટવર્ક નહોતું પકડતું, જેના માટે ૧૯૨ ટોટલ ટાવર એમ ૩૫ નવા ટાવર અને ૧૫૭ ટાવરો ૨G માંથી ૩G કન્વર્ટ કરાશે અને એક બીજી કંપનીનો ટાવર કન્વર્ટ કરવાની મંજૂરી આપી છે. અશ્વિની વૈષ્ણવ સાહેબએ જાતે બોલાવીને આ લિસ્ટ આપ્યું. સમગ્ર વાંસદા અને વલસાડ ડાંગના આદિવાસીઓ નરેન્દ્રભાઈ મોદી અને વૈષ્ણવ સાહેબના ઋણી છીએ. એમ વાંસદા માટે 2 નવા ટાવર અને 3 2G માંથી ૩G કન્વર્ટ અને એક અધર કંપનીના ટાવરને 2G માંથી ૩G કરવાની મંજૂરી મળેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है