બ્રેકીંગ ન્યુઝરાષ્ટ્રીય

SBI સિવાય તમામ સરકારી બેંકો ખાનગી હાથોમાં જશે! ખાનગીકરણ પર જાણો સૌથી મોટી અપડેટ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

મોટા સમાચાર / SBI સિવાય તમામ સરકારી બેંકો ખાનગી હાથોમાં જશે! ખાનગીકરણ પર જાણો સૌથી મોટી અપડેટ: દેશમાં ખાનગીકરણને લઈને સરકાર ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર  સરકાર ટૂંક સમયમાં જાહેર ક્ષેત્રની બે બેંકોનું ખાનગીકરણ કરવા જઈ રહી છે, જેની તૈયારી લગભગ પૂર્ણ થઈ ગઈ છે,  આ સિવાય આપને જાણવી દઈએ કે ઘણી સરકારી કંપનીઓ ખાનગી હાથોમાં સરકાર આપી ચુકી છે, SBI બેંક  સિવાયની  તમામ સરકારી બેંકો હવે ખાનગી હાથોમાં જશે!  દેશમાં ખાનગીકરણને લઈને સરકાર ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. કદાચ આવતા મહિના થી નવી ગાઈડલાઈન્સ સરકાર દ્વારા બેન્કોના ખાનગીકરણ ને લઇ આવે તેવી શક્યતાઓ છે, 

બેંક ખાનગીકરણ ના વિરોધમાં અનેક કર્મચારીઓ ધારણા અને વિરોધ કાર્યક્રમ કરી રહ્યા છે, તે વચ્ચે દેશના બે અર્થશાસ્ત્રીઓ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિવાયની તમામ  જાહેર ક્ષેત્રેની   બેન્કોના ખાનગીકરણ કરવા સલાહ વડાપ્રધાન ને આપવામાં આવી હતી, ( National Council of Applied Economic Research, ના  પૂનમ ગુપ્તા  ( ડાયરેક્ટર જનરલ)  અને વડાપ્રધાન (EAC-PM) ની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય છે.)

બીજા અર્થશાસ્ત્રી અરવિંદ પનાગરિયા કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર અને ભારતીય રાજકીય અર્થશાસ્ત્રના જગદીશ ભગવતી પ્રોફેસર છે. જાન્યુઆરી 2015 થી ઓગસ્ટ 2017 સુધી, તેમણે કેબિનેટ મંત્રીના હોદ્દા પર ભારત સરકારના નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી હતી. પ્રોફેસર પનાગરિયા એશિયન ડેવલપમેન્ટ બેંકના ભૂતપૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી છે અને 1978 થી 2003 સુધી કોલેજ પાર્ક ખાતે યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડમાં અર્થશાસ્ત્ર વિભાગના ફેકલ્ટીમાં હતા. આ વર્ષો દરમિયાન, તેમણે વિશ્વ બેંક, IMF અને UNCTAD સાથે પણ કામ કર્યું હતું. વિવિધ ક્ષમતાઓમાં. તેમણે પીએચ.ડી. પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડિગ્રી ધરાવે છે. 

હવે  જોવું રહ્યું કેન્દ્ર સરકાર બેન્કોનાં ખાનગીકરણ બાબતે શુ અને કેવા પગલા લે છે તે આવનારો સમય બતાવશે. 

   

   

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है